ભષ્ટાચારના આક્ષેપ મામલે આણંદના તત્કાલીન DFO ઇન્ચાર્જ એન એસ પટેલની તપાસ નડિયાદના DFO પાસેથી પાછી ખેંચી લેવાઈ છે અને સુરેન્દ્રનગરના DFOને સોંપાય છે. જેથી હવે તપાસ તટસ્થ થશે તેવી આશા ભ્રષ્ટાચાર બાબતની રજૂઆત કરનાર સામાજિક કાર્યકરને લાગી રહ્યું છે.
કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને ઉચાપતના ગંભીર આક્ષેપો
આણંદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગમાં તત્કાલીન DFO ઇન્ચાર્જ અને એ.સી.એફ.ઇન ચાર્જ તરીકે ફરજ બજાવતા એન.એસ.પટેલ દ્વારા આણંદ જિલ્લામાં સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર અને એ પહેલા RFO ધોલેરા તરીકે અમદાવાદ જિલ્લામાં તથા ખેડા જિલ્લામાં એ.સી.એફ તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને ઉચાપતના ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ ડોકટર માઈકલ માર્ટીન અને ભાનુબેન પરમારે કરી હતી.
અરજદારે નિયમ વિરુદ્ધ તપાસ સોપાઈ હોવાના મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો
આ મામલાની તપાસ DFO નડિયાદ કરુપાસામીને સોંપાઇ હતી. જેથી અરજદારોએ આ એન એસ પટેલે નડિયાદ ઓફિસમાં એસીએફ તરીકે નોકરી કરેલ હોય અને ડીએફઓ નડિયાદ સાથે મિલીભગત કરી ભ્રષ્ટાચાર કરેલો હોય આ તપાસ અધિકારીને નિયમ વિરુદ્ધ તપાસ સોપાઈ હોવાના મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો હતો. છતાં તે તપાસ નડિયાદના ડી. એફ. ઓ. પાસેજ રખાઈ હતી. જેથી અરજદારોએ 2 માર્ચના રોજ ગાંધીનગર રૂબરૂ જઈ વન અને પર્યાવરણ વિભાગના સચિવ મજમુદાર તેમજ વિજિલન્સ ડિપાર્ટમેન્ટના સચિવને રૂબરૂ મળી તપાસ પાછી ખેંચવા અને ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવવા માગણી કરેલ હતી.
આ ઉપરાંત આજરોજ વન અને પર્યાવરણ વિભાગના સેક્રેટરીને ફરીથી મેઈલ કરી તાત્કાલિક ધોરણે તપાસ પાછી ખેંચવા જાણ કરતા આજ રોજ નડિયાદ ડી. એફ. ઓ. પાસેથી તપાસ આંચકી લઇ સુરેન્દ્રનગરના ડી. એફ .ઓ.ને તપાસ સોંપી દેવામાં આવી છે. જેથી આક્ષેપિત અધિકારી એન એસ પટેલને બચાવવાના ષડયંત્ર પર પાણી ફરી વળ્યું છે. તપાસ પરત લઇ સુરેન્દ્રનગર ડી. એફ.ઓ.ને સોંપવામાં આવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.