ભાજપની વધુ એક યાદી જાહેર:મેહમદાવાદ બેઠક પર અસમંજસ પર અંતે પૂર્ણવિરામ, અર્જુનસિંહ ચૌહાણની પસદગી કરાઇ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેના કારણે અનેક અટકળોએ જોર પકડ્યું હતું. જોકે આવી અટકળોનો અંતે અંત આવ્યો છે અને ભાજપે અહીયા રીપીટ થીયર અપનાવી અર્જુનસિંહ ચૌહાણને રીપીટ કરી દીધા છે. જેના કારણે તેમના સમર્થકોમા ખુશીની લહેર ઉઠી છે.

બીજી વખત ભાજપે અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ આપી
ખેડા જિલ્લાની મહેમદાવાદ બેઠક પરથી સતત બીજી વખત ભાજપે અર્જુનસિંહ ચૌહાણને ટીકીટ આપી છે. નોંધનીય છે કે, તેઓ ભુપેન્દ્ર પટેલની સરકારમા કેબીનેટ ગ્રામ અને ગૃહ નિર્માણના મંત્રી પદે છે. અગાઉ ભાજપે પહેલી અને બીજી યાદીમાં જિલ્લાના 5 બેઠક પરના ઉમેદવાર જાહેર કર્યા હતા. તો રવિવારે અર્જુનસિંહ ચૌહાણને આ બેઠક પરથી ચૂંટણી લડવા ટેલીફોન મારફતે જાણ કરી દેવામાં આવી છે. જોકે સત્તાવાર યાદી સોમવારે મોડી રાત્રે બહાર પડી હતી.

અર્જુનસિંહ વર્ષ 2017માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા
અર્જુનસિંહ ચૌહાણ પોતે સામાન્ય પરિવારમાંથી આવે છે. મહેમદાવાદના વાંઠવાળી ગામના 42 વર્ષીય અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ વર્ષ 2017માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. મહેમદાવાદ બેઠક પર કૉંગ્રેસના ગૌતમ ચૌહાણને 10 હજાર મતથી હાર આપી તેઓ ધારાસભ્ય બન્યા હતા. અર્જુનસિંહ અગાઉ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. FPS શોપથી મંત્રીપદ સુધીની પણ સફર કરી છે.

અન્ય સમાચારો પણ છે...