ગુજરાત રાજ્યની અગ્રગણ્ય સ્ટેટ, યુનિર્વસીટીમાંની એક અને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિધ્ધીઓથી સન્માનિત નડિયાદની ધર્મસિ દેસાઈ યુનિવર્સિટી (DDU)નો 22મા પદવિદાન સમારોહ સોમવારે સાંજે યોજાયો હતો.
આ પદવીદાન સમારંભમાં અમૂલ (જી.સી.એમ.એમ.એફ.)ના મેનેજીંગ ડાયરેક્ટર આર.એસ.સોઢી એ હાજર રહેલા વિધ્યાર્થીઓને દિક્ષીત કર્યા છે. મુખ્ય મહેમાન ર્ડા. આર.એસ.સોઢીએ વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, યુવાનો ભારતના વિકાસમાં રોલ સમાન ગણાય છે. વધુમાં તેઓએ કહ્યુ કે ભારતની ઈકોનોમી વિશ્વની બીજા નંબરની ઈકોનોમી હશે અને 2030 સુધી ભારતના જી.ડી.પી. જર્મની અને જાપાન કરતા આગળ હશે.
ડી.ડી.યુનીવર્સીટી તેની ક્વોલીટી શિક્ષણ માટે વિશ્વભરમાં જાણીતી છે. અને વિશ્વમાં તેના વિધ્યાર્થીઓ ઉચ્ચ હોદાઓ અને નામાંક્તિ ઈન્ડસ્ટ્રીઓમા નામના મેળવી રહયા છે. ભગવત ગીતાને ટાક્તા તેઓએ દિક્ષીત થઈ રહેલા વિધ્યાર્થીઓને 'કર્મણ્યે વાધીકા રસ્તે'ને અનુસરવા જણાવ્યુ હતુ.
યુનિ. ના પ્રેસીડન્ટ કુશલ દેસાઈએ વિધ્યર્થીઓને પ્રોત્સાહિત કરી અને યુનિ. ને અભિનંદન આપતા જણાવ્યું કે આ વિધ્યાર્થીઓએ તેમના અભ્યાસક્રમ દરમ્યાન સખત મહેનત કરી છે અને હવે તેઓ બહારના વિશ્વમાં જઈને ચોક્કસ સફળ થશે અને યુનિ. ની સમૃધ્ધ પરંપરાને આગળ ધપાવશે.
વાઈસ ચાન્સેલર ડો.એચ.એમ.દેસાઈ એ યુનિ. નો છેલ્લા 50 વર્ષનો વિકાસ, યુની. ના વિધ્યાર્થીઓને કારણે થયો છે અને આ વિકાસમાં સર્વ શિક્ષક મિત્રોનો ઉમદા ફાળો રહયો છે. યુનિ. શિસ્ત, ધગશ અને સમાજ તરફનું ઉત્તર દાયિત્વ આ ત્રણે ગુણોને હંમેશા વરેલ છે અને તેના માટે સતત કાર્યશીલ પણ છે. તેઓએ નવી શરૂ થયેલ હોસ્પીટલ અને કોલેજ - ફેકલ્ટી ઓફ મેડીક્લ સાયન્સનો પણ તેઓએ પરિચય આપ્યો હતો અને તેની ઉત્તમ કાર્ય સેવાનો પણ ચિતાર આપ્યો હતો.
યુનિ. ના ડાયરેક્ટર અંકુર દેસાઈએ આભાર વિધી કરી યુનિ. ના 50માં વર્ષ આગામી ગોલ્ડન જયુબિલીની ભવ્ય ઉજવણી માટે સર્વને આમંત્રણ અને આહવાન આપી જોડાવવાની હાકલ કરી છે. કાર્યકમમા રજિસ્ટ્રાર આર.કે.જૈન અને ટ્રોલર ઓફ એક્ઝામ પો. એમ.આર.ભાવસાર સહિત વિવિધ ફેકલ્ટીના ડીન પણ ઉપસ્થીત રહયા હતા.અંતે રાષ્ટ્રગીત સાથે પદવીદાન સમારોહ સંપન્ન થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.