હડતાળની ચીમકી:ખેડા જિલ્લાના550 ગામોના કોમ્પ્યુટર ઓપરેટરો લડાયક મૂડમાં

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ સરકારી કર્મચારીઓ પોતાના પડતર માંગણીઓને લઈ આંદોલન કરવા મેદાનમાં ઉતરી રહ્યા છે ત્યારે ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર ( વીસીઈએ ) 8 સપ્ટેમ્બર થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી આપી છે

અરજદારોમાં રોષ
ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા વીસીઈ મંડળના મુજબ વીસીઈ છેલ્લા 16 વર્ષથી ગ્રામ પંચાયતોમાં સરકારની વિવિધ યોજનાઓની કામગીરી કરી રહ્યા છે આ કામગીરી કરનાર વીસીઈ ને નજીવું કમિશન આપવામાં આવે છે જેમાં કર્મચારીઓએ પોતાનું જીવન નિર્વાહ કરવું કઠિન છે ત્યારે વીસીઈ ને કમિશનના બદલે ફિક્સ પગાર સરકારી લાભો આરોગ્ય વીમા કવચ કોરોનામાં મૃત્યુ પામેલ વીસીઇ ને આર્થિક સહાય સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવા તેમજ વીસીઈ ની નક્કી કરેલ કામગીરી નો જોબ ચાર્ટ આપવા જેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી છે અગાઉ વીસીઈ હડતાલ પર ઉતર્યા હતા ત્યારે સરકારે ખાતરી આપતા વીસીઈ મંડળે હડતાલ સમેટી લીધી હતી પરંતુ હજુ સુધી વીસીઇ કર્મચારીઓના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવેલ નથી જેથી વીસીઈ મંડળ દ્વારા 8મી સપ્ટેમ્બરથી ચોક્કસ મુદ્દાની હડતાલ પર ઉતરવાની ચીમકી આપી છે. 550 ગામોના કોમ્પ્યુટર ઓપરેટરો લડાયક મૂડમાં છે. ત્યારે તલાટીઓની હડતાળ સમેટાઈ ત્યા આ હડતાળથી અરજદારોને હાલાકી ભોગવવી પડશે.

અન્ય સમાચારો પણ છે...