નડિયાદ તાલુકાના કણજરી ગામે આવેલા તબેલામા તબેલા માલિક ભેંસોને દૂધ વધુ આપવા માટે પ્રતિબંધિત દવાનું ઇન્જેક્શન આપી મનુષ્યના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તબેલા માલિક અને અન્ય એક ઇસમ સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી જવા પામી છે.
હાલ નવી દિલ્હી ખાતે રહેતી સુનેના વિવેક સિબલ નામની યુવતી પશુઓની જાણકારી ધરાવે છે અને સમાજ સેવીકા છે. ગત 8મેના રોજ આ યુવતી અને તેના સાથીમીત્ર નડિયાદ તાલુકાના કણજરી ગામે આવ્યા હતા. જ્યાં વડતાલ રોડ ઉપર આવેલા નીલકંઠ પેપર પ્રોડક્ટ્સ પાસે તક્ષશીલા રેસિડેન્સી સામે ભેંસના તબેલામાં પહોંચ્યા હતા. તબેલા પાસે ઉભેલા ચાર ઇસમોને જણાવ્યું કે તબેલો જોવો છે તેમ કહેતા તબેલાની અંદર જવા દીધા હતા. આ તબેલાની અંદર એક ઈસમ કામ કરતો હતો. તેમજ ભેંસો બાંધેલી હતી અને બાજુના એક પીપળા ઉપર પ્લાસ્ટિકની બોટલ મૂકેલી હતી તેની સાથે એક ઈન્જેક્શનની સીરીઝ મુશ્કેલ હતી અને તે વખતે ત્યાં હાજર માણસને પુછવામાં આવતાં તેણે જણાવ્યું કે ભેંસોનું દૂધ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
ચકાસણી કરતા આ દવા પ્રતિબંધિત હોવાનું જાણવા મળ્યું હતું અને તેનું નામ ઓક્સિટોસિન હોવાનું જણાઈ આવ્યું હતું. અહીંયા કામ કરતાં ઈસમનું નામ પુછતા તેણે પોતાનું નામ અખિલેશ યાદવ (મૂળ રહે બિહાર અને હાલ રહેવાસી કણઝરી તબેલા)માં હોવાનું જણાવ્યું હતું. અને આ તબેલો સોહેબભાઈ મહમદભાઇ વ્હોરા (રહે.કણજરી) હોવાનુ જાણવા મળ્યુ હતું. આથી પ્રતિબંધિત દવાનું ઇન્જેક્શન આપી મનુષ્યના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તબેલા માલિક સોહેબભાઈ મહમદભાઇ વ્હોરાઅને અખિલેશ યાદવ સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી જવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.