2 ઇસમની અટકાયત:મહેમદાવાદના બોડીરોજી વિસ્તારમાં અંગત અદાવતમાં ઝઘડો, 3 વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાળો બોલી માથામાં કુહાડી મારી ગંભીર ઈજાઓ પહોંચાડી

મહેમદાવાદ-ખેડા રોડ ઉપર આવેલ બોડીરોજી વિસ્તારમાં રહેતા યુવક મંદિર તરફ જતો હતો તે સમયે ત્યાંથી પસાર થતા એક્ટિવા અડી જતાં મામલો બિચક્યો હતો. એક્ટિવા અડી જવા બાબતે બોલાચાલી ઉગ્ર બનતા નજીકમાં રહેલ પરિવારો બનાવ સ્થળે દોડી આવ્યા હતા જ્યા મારામારીમાં પરિણમી હતી. વળી જે યુવકને એક્ટિવા અડી ગયુ હતુ તેને માથામાં કુહાડી મારી ઇજા પહોંચાડી હતી.

ઘવાયેલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોડીરોજી વિસ્તારમાં રહેતા રમણભાઇ વાઘેલાનો ભત્રીજો કિશન તા.9 જુલાઇના રોજ સાંજના 5 વાગ્યે ઘરેથી માતાજીના મંદિર તરફ જતો હતો. તે સમયે વાસીદ તળપદાનો માણસ એક્ટિવા લઈને નીકળતા કિશનને એક્ટિવા અડી જતા બોલાચાલી થઈ હતી.

જેથી વાસીદ સાથે થયેલ અગાઉની બોલાચાલીની અદાવતમાં વાસીદ, દશરથભાઇ, જીતુભાઇ હાથમાં લાકડીઓ અને કુહાડી લઇ આવી ગાળો બોલી હતી તે સમયે વાસીદ હાથમાં રહેલ કુહાડી કિશને માથામાં મારી ઇજા પહોંચાડી છે. જેથી રમણભાઇ અને ગૌતમ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ ગડદાપાટુનો માર મારી એટલાથી ન અટકતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રમણભાઇ વાઘેલાની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે વાસીદભાઇ તળપદા, દશરથભાઇ તળપદા અને જીતુભાઈ તળપદા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

પ્રોહિબિશનનો કેસ દાખલ કરી કાર્યવાહી
આ અંગે મહેમદાવાદ પોલીસ સ્ટેશન ફરજ પરના અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે આ બનાવમાં એક પક્ષની ફરિયાદ રાતે અને બીજી ફરિયાદ કલમ 326 મુજબ કરવામાં આવી છે. દેશી દારૂના વાયરલ વિડિયો અંગે પ્રોહિબિશનનો કેસ કર્યો છે. બે ફરિયાદમાં કુલ-2 વ્યક્તિઓની અટકાયત કરાઇ છે જ્યારે 2 વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. > એન.ડી.નકુલ પી.આઇ, મહેમદાવાદ પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...