ક્રાઇમ:વિરપુરમાં પરિણીતાની આબરૂ લેવાની કોશિષ કરતાં ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીકઅપ ડાલામાં બેસી પિયરથી સાસરીમાં જતાં ચાલકના અડપલાં
  • મોબાઈલના​​​​​​​ આધારે પોલીસે ડ્રાયવરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા

વિરપુર તાલુકાના એક ગામે રહેતા પરિણીત મહિલા તા.27 મે ના રોજ સાસરીમાંથી બહેનની ખબર જોવા માટે ગયા હતા. બપોરના જમી સાંજના સુમારે વિરપુર બસસ્ટેન્ડ આવ્યા હતા ત્યાંથી તેઓ સવનીયા બસસ્ટેન્ડ આવ્યા હતા. ત્યાંથી સાસરીમાં જવા માટે તે વાહનની રાહ જોતા હતા. તે સમયે એક પિકઅપ ડાલાના ચાલકે પૂછેલ ક્યાં જવું જેથી પરીણીત મહિલા સાસરીનુ નામ આપતા પિકઅપ ડાલાના ચાલકે કહેલ કે હુ ત્યા જ જાવ છુ, જેથી પરણિત મહિલા પીકઅપ ડાલામાં બેસી ગયા હતા.

થોડે દુર જતા પીકઅપ ડાલાના ચાલકે મહિલાનો હાથ પકડી બિભત્સ ચેનચાળા કરી પીકઅપ ડાલુ ઉભુ રાખી દીધુ હતુ. જેથી મહિલાએ પ્રતિકાર કરતા ડાલામાં પડેલ મોબાઇલ લઇ ભાગવા લાગ્યા હતા. જેથી પરીણીત મહિલાની પાછળ પિકઅપ ડાલાના ચાલકે મોબાઇલ લેવા માટે દોડ્યો હતો. પરંતુ પાછળ કોઇ વાહન આવતા પીકઅપ ડાલાનો ચાલક તેનુ પીકઅપ ડાલુ લઇને ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે પરીણીત મહિલા વિરપુર પોલીસ મથકે પીકઅપ ડાલાના ચાલક બળવંતભાઇ રમણભાઇ તલાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે વિરપુર પોલીસે ગુનો નોંધી આગ‌ળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...