અમદાવાદમાં રહેતા આબેદાબેન પઠાણનુ પિયર ખેડાના વસોમાં છે. તેમના પિતા તા.06-06-1980 અને માતા વર્ષ-1990 માં ગુજરી ગયા હતા. તેમના પિતાની જમીન મહેમદાવાદ તાલુકાના ગોઠાજ ગામની સીમમાં ખાતા નં-2208 સર્વે બ્લોક નં-298 તેનો જૂનો સર્વે નં-11 વાળી છ વિધા જમીન આવેલી છે. વર્ષ-2011માં વસો આવતા તેમને જાણવા મળેલ કે પિતાની જમીન ગોઠાજમાં આવેલ છે અને જમીન વેચાઇ ગઇ છે. જેથી તેઓ વકીલ મારફતે આર ટી એસ દાખલ કરી હતી. પરંતુ વકીલ ગુજરી જતા કેસ પડતર પડયો હતો.
આ બાદ મહેમદાવાદ મામલતદાર કચેરીમાંથી જમીનનો રેકર્ડ કઢાવતા ફોટા અને અંગુઠાનુ નિશાન અલગ જોવા મળ્યુ હતુ. જેમાં આબેદાબેન પઠાણની કાકાની દિકરી સકીનાબીબીની જગ્યાએ ખાતુનબીબી ઇસુબખાન પઠાણનો જ્યારે રાબીયાબીબીની જગ્યાએ સાબેરાબીબી સીરાજખાન પઠાણનો ફોટો લગાની ખોટી સહિ તેમજ ખોટા અંગુઠા કરી ખોટા દસ્તાવેજ બનાવી તેનો સાચો ઉપયોગ કરી વેચી નાખી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે જિલ્લા જમીન તકેદારી સમિતીમાં અરજી કરી હતી. જે અરજી માન્ય રાખી ફૅીયાદ કરવા હુકમ કર્યો હતો. આ બનાવ અંગે આબેદાબેન પઠાણે ખેડા પોલીસ મથકે તેર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.