વિવાદ:પાંચ સંતાનની માતાને શારીરિક માનસિક ત્રાસ આપતાં ફરિયાદ

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય મહિલા સાથે સંબંધનું પૂછતાં મારઝૂડ

ચકલાસી રાજનગરની દિકરીને કઠલાલના છીપડીમાં રહેતા વિજયભાઇ સાથે 25 વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન પરિણીતાને પાંચ સંતાનો છે. દિકરીઓના લગ્ન બાદ પરિણીતાને પતિ, સાસુ અને સસરા અણગમાની નજરે જોતા હતા. વળી દિકરીઓના લગ્ન કરતા પતિને દેવું થઈ જતાં તે બહારગામ રહેતા હતા. ઘરે આવે ત્યારે કોઈને કોઈ બહાને ઝઘડો કરતા હતા. વળી સાસુ અને સસરા પતિને ચઢામણી નણંદો ઘરે આવી ઝઘડો કરતા હતા.

વળી પતિને આઠ મહિના અગાઉ એક મહિલા સાથે મૈત્રીકરાર કરી લીધો હોવાનું જાણતા આ બનાવ અંગે પતિને પૂછતા તેમણે મારઝૂડ કરી હતી.આ બનાવથી કંટાળી જઈ ત્રણ બાળકોને લઇ પરિણીતા તેના પિયરમાં આવતા રહ્યા છે. આ બનાવ અંગે પરિણીતાએ ચકલાસી સ્થાનિક પોલીસ મથકે પતિ વિજયભાઈ મોહનભાઇ ઝાલા, સસરા મોહનભાઇ હોથાભાઇ ઝાલા, સાસુ રેવાબેન મોહનભાઈ ઝાલા, નણંદ ભારતીબેન, કાંતાબેન,વીનીબેન અને જશીબેન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ચકલાસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...