કઠલાલના મિર્ઝાપુરમાં રહેતા અમરતભાઇ પ્રજાપતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેની મિલકત મિર્ઝાપુર સીમમાં આવેલી છે.જે જમીન પારિવારિક સભ્યોના નામે સાત બારના રેકર્ડમાં ચાલે છે. અને આ જમીન તેમની વડીલોપાર્જીત જમીન છે. વળી આ જમીનમાં તેઓ મકાન બનાવી પરિવાર સાથે રહી ખેતી કરે છે. તા.20 ફેબ્રુઆરીના રોજ કુટુંબી ભત્રીજો ચિરાગભાઇ મોબાઇલ ફોનમાં જમીનની એન્ટ્રી જોતા હતા. તે સમયે તેમની જમીનમાં કાચી એન્ટ્રીમાં કૌશલ રબારી અને કૃણાલ રબારીના નામની એન્ટ્રી પડી હોવાનુ જાણવા મળ્યુ હતુ.
જેથી આ બનાવ અંગે કઠલાલ મામલતદાર કચેરીએ તપાસ કરતા તેની જમીનની તેમના નામની ખોટી પાવર ઓફ એટર્ની બનાવીને રજૂ કર્યુ હતુ અને તેના આધારે જમીનનો દસ્તાવેજ કરી તેમના નામે કર્યા હતા. વળી આ પાવર ઓફ એટર્ની નોટરી એડવોકેટ સી.યુ.શેલત પાસે નોંધણી કરાવી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.
આ બનાવ અંગે અમરતભાઇએ કઠલાલ મામલતદાર કચેરી ખાતે ફેરફાર નોંધ નામંજૂર કરવા રજૂઆત કરી હતી. આ બનાવ અંગે અમરતભાઇ રતિભાઇ પ્રજાપતિએ કઠલાલ પોલીસ મથકે કૌશલ ઇશ્વરભાઇ રબારી, કૃણાલ લાલજીભાઈ રબારી, મિતેષ મેરાજભાઇ દેસાઇ, રાજેશભાઇ માલજીભાઇ રબારી અને સી.યુ.સેલટ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે કઠલાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.