મારામારી:કપડવંજના બાવાના મૂવાડામાં જીજાએ અંગત અદાવતમાં સાળાને માર મારતા ફરિયાદ

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજના બાવાના મૂવાડામાં જીજાજીએ અંગત અદાવતમાં સાળાને માર મારતા કપડવંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. કપડવંજના બાવાના મૂવાડામાં રહેતા સુલતાનબાનુ મહેબુબમીયા સીંધી પરિવાર સાથે રહે છે. તા.6 જૂનના રોજ સવારના 9 વાગ્યાના અરસામાં સુલતાનબાનુ તેમના પતિ મહેબુબભાઇ સાથે ખેતરમાં જતા હતા.

તે સમયે નણંદોઇ જાવેદમીયા સીંધી અગાઉના દિવસની અદાવત રાખી હાથમાં લાકડી લઇને આવી સુલતાનબાનુના પતિ મહેબુબભાઇને માથામાં પાછળથી લાકડી મારતા તેઓ નીચે પડી ગયા હતા. જેથી મહેબુબભાઇ બૂમાબૂમ કરતા નજીકમાંથી પરિવારજનો દોડી આવ્યા હતા.

આ બનાવ અંગે સુલતાનાબાનુ મહેબુબમીયા સીંધીએ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે જાવેદમીયા કાલુમીયા સીંધી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે કપડવંજ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...