મહેમદાવાદ સીએચસી સેન્ટરમાં મુકવામાં આવેલ જનરેટર પૂરતો લોડ નહી ઉપાડી શકતુ હોઈ ડાયાલીસીસ સેન્ટર, આઈ.સી.યું અને ઓક્સિજન પ્લાન્ટની લાઈટો વારંવાર ગુલ થઈ જતી હોવાની ફરિયાદો ઉઠી છે. વારંવાર લાઈટો બંધ થઈજવાને કારણે કોઈ દર્દીનો જીવ જોખમમાં મુકાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.
મહેમદાવાદ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય કેન્દ્રમાં 10 કેવી જનરેટર ફાળવવામાં આવ્યું છે. જેના પર ડાયાલીસીસ સેન્ટર, આઇ.સી.યુ, ઓક્સિજન પ્લાન્ટ ચાલી રહ્યા છે. આ સ્થિતિમાં જ્યારે લાઈટો ગુલ થઇ જાય ત્યારે જનરેટર પુરતો લોડ ઉપાડી શકતુ નથી, જેના કારણે વારંવાર લાઈટો જતી રહે છે.
કર્મચારીઓના કહેવા મુજબ લગભગ 60 થી 65 કેવી ક્ષમતા વાળા જનરેટરની અહીં જરૂર હોવા છતાં માત્ર 10 કેવી કેપેસીટી વાળા જનરેટર લગાવી દેતા ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થવાનો ભય છે. જેથી ઓછી ક્ષમતા વાળા જનરેટરને બદલે જરૂરિયાત મુજબની ક્ષમતા વાળું જનરેટર મૂકવામાં આવે તો ડોક્ટરો, કર્મચારી, સાથે સાથે દર્દીઓને પણ રાહત મળે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.