ટ્રેકટર કાઢવા માથાકૂટ:પરિએજની સીમના ખેતરમાંથી ટ્રેક્ટર કાઢવા મામલે હુમલો, ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માતરના પરિએજમાં ટ્રેકટર કાઢવા મામલે માથાકૂટ થતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. માતર તાલુકાના સીંજીવાડામાં રહેતા રામાભાઈ રાઠોડ મહી કેનાલમાંથી નિવૃત થતા ખેતી કરીને જીવન ગુજારે છે. પરીએજ ગામની સીમમાં આવેલ જમીન તેઓ અને તેના ભત્રીજાએ સહિયારી વર્ષ-2019માં વેચાણ રાખી હતી. તે જમીનમાં ચાલુ સિઝનમાં તેઓએ ત્રણ વિઘામાં ડાંગરનો પાક કર્યો હતો.

બુધવારે તેઓ ખેતરમાંથી ડાંગર ભરી જતા હતા તે સમયે ખેતર પડોશી જયંતિભાઇ અને તેના મોટાભાઇ આશાભાઇ મોટર સાયકલ લઈને રામાભાઇની આગળ નીકળ્યા હતા. અને રામાભાઇને ગમે તેમ ગાળો બોલી કહેલ કે અમારા ખેતરમાંથી ટ્રેક્ટર કાઢવાનું નહી, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઇ ગાળો બોલવા લાગ્યા હતા.

જેથી રામાભાઈએ કહેલ કે હુ મારા રસ્તે થઈને જાઉં છું તેમ કહેતા ઉશ્કેરાયેલા જયંતિભાઇ અને આશાભાઇએ કહેલ કે આ રસ્તે થઇને જવુ નહી તેમજ ઢાળિયામાંથી પાણી વાળવું નહી, ફરીથી અમારી બાજુ થઈને આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.આ બનાવ અંગે રામાભાઇ શીવાભાઈ રાઠોડ લીંબાસી પોલીસ મથકે આશાભાઇ સુરસંગભાઇ રાઠોડ અને જયંતિભાઇ સુરસંગભાઇ રાઠોડ વિરૂધ્ધ લિંબાસી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...