છેડતી:મહેમદાવાદના વાંઠવાડીમાં જાહેરમાં પરિણીતાને બાથ ભરી છેડતી કરનાર શખ્સ સામે ફરિયાદ

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે કરિયાણું લેવા પતિ સાથે આવેલી પરિણીતા વરઘોડો જોવા ઊભી રહી હતી આ દરમિયાન શખ્સે છેડતી કરી
  • પીડિતાએ મહેમદાવાદ પોલીસમા શખ્સ સામે ફરિયાદ નોંધાવી

ખેડા જિલ્લામાં મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થયા છે. ગતરોજ મહિલા કંડક્ટરની આબરૂ લેવાનો પ્રયાસ થયો હતો, જ્યારે આજે વધુ એક છેડતીની ઘટના પોલીસ મથકે નોંધાઈ જવા પામી છે. મહેમદાવાદના વાંઠવાડીમા પરિણીતાની એકલતાનો લાભ લઈ શખ્શે છેડતી કરતા મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે રહેતી પરિણીતા પોતાના પતિ સાથે ગત 3 મેના રોજ રાત્રીના સમયે ગામમાં કરિયાણું લેવા નીકળી હતી. આ દરમિયાન રામાપીર મંદિર નજીકથી વરઘોડો પસાર થઈ રહ્યો હતો. પરિણીતા એકલી આ વરઘોડો જોવા ઉભી રહી હતી. આ સમયે ગામમાં રહેતા અલ્પેશ ઘનશ્યામભાઈ તળપદાએ પરણીતાણાનો એકલતાનો લાભ લઇ તેણીની પાસે આવ્યો હતો.અને બાદમાં એકાએક બાથ ભરી તેણીની છેડતી કરી હતી. જોકે પરણિતાએ બુમરાણ મચાવતા નજીકમાંથી આ મહિલાનો પતિ આવી જતા છેડતી કરનાર શખ્સ અલ્પેશ તળપદા ત્યાંથી પલાયન થઈ ગયો હતો.

આ બનાવ સંદર્ભે પરિણીતાએ મહેમદાવાદ પોલીસ મથકે છેડતી કરનાર અલ્પેશ તળપદા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 354(A) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...