કાર્યવાહી:ડૂપ્લીકેટ સોડાનું ઉત્પાદન કરતાં ઈસમ સામે ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનમાંથી વિવિધ બ્રાન્ડની બોટલો મળી

દિલ્હી શિવ વિહાર કરાવલ નગરમાં રહેતા અંકિતસીંધ સીંધ પેપ્સીકો ઇન્ક કોર્પોરેશનમાં રીપ્રેજન્ટેટીવ તરીકે સેવા આપે છે. તેમની ફરજના ભાગરૂપે કંપનીના કોપીરાઇટ તથા ટ્રેડ માર્કના હક્કોનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની હોય છે. તા. 20 મે ના રોજ ખેડા ટાઉન વિસ્તારમાં મળેલ બાતમી આધારે શહેરના માળીવાળા ખાંચામાં આવેલા અમર સોડા સેન્ટર તપાસ કરી હતી.

તપાસ કરતા દુકાનમાંથી કંપનીની ડુપ્લીકેટ બ્રાન્ડનુ ઉત્પાદન અને વેચાણ કરતા જણાઇ આવ્યા હતા. કુલ રૂ 3990 નો ગેરકાયેદસર જથ્થો મળી આવ્યો હતો. આ બનાવ અંગે અંકિતસીંધ દીવાનસીંધ સીંઘે ખેડા પોલીસ મથકે ધી કોપીરાઇટ એકટ 1957 ની કલમ 63 મૂજબ ગુનો નોધાવ્યો છે. જ્યારે ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...