લેન્ડ ગ્રેબિંગ:બે વિઘા જમીન પર ચાર વ્યક્તિએ ગેરકાયદે કબજો જમાવતાં ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદના ભૂમેલ વનીપુરામાં જમીન વેચાણ રાખી હતી
  • જમીન વેચનાર ઈસમોના કુટુંબીઓએ ભાગ હોવાનું જણાવી કબજો જમાવ્યો

નડિયાદના ભુમેલ વનીપૂરામાં પાંચ મહિના અગાઉ વેચાણ રાખેલ જમીનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જમીન વેચાણ આપેલ ઈસમોના કુટુંબી ભાઈઓએ જમીન પર ભાગ હોવાનું જણાવી ઝઘડો કર્યો હતો. તેમજ બે નોટીસ બોર્ડ લગાવી ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હતો.

નડિયાદના મંજીપુરા માતાવાળા ફળિયામાં રહેતા જેણાભાઈ ચૌહાણ પરિવાર સાથે રહી ખેતીકામ કરે છે. ભૂમેલ સીમ સર્વે નં.535 પૈકી ખાતા નં.888 વાળી આશરે 0-80-73 મુજબની કુલ જમીન બીબીનબીબી, બિસ્મીલ્લામીયા, સુલતાનમીયા, હુસેનમીયા અને સાબીરમીયા ચાવડાની માલિકીની આવેલી હતી.

જે જમીનમાંથી 0-50-00 ગુંઠા જમીન તા.18 મે 2022 ના રોજ રજીસ્ટર દસ્તાવેજ થી જેણાભાઇ અને તેમના વેવાણ વિમળાબેન વાઘેલાએ સંયુક્ત રીતે વેચાણ રાખી હતી. તે દિવસે સાંજના સુમારે જમીન પર જતા જમીન પર ભાગ હોવાનું જણાવી ઝઘડો કર્યો હતો. આ બાદ જમીન પર તારની વાડ કરવાની તજવીજ કરતા સિકદરમીયા અને તેના બે દીકરા રઉફમીયા અને તોફીકમીયા આવી કહેલ કે આ જમીન અમારી છે, તમારે ખેડવી નહી અને માપણી કરાવી કોઈ તારની વાડ મારવી નહી.

આ બાદ સિંકરમીયાએ પોતાની જમીન હોવા અંગેના બે નોટીસ બોર્ડ લગાવી ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હતો. તા.6 ઓગસ્ટ 2022 ના રોજ ન્યાય મેળવવા લેન્ડ ગ્રેબીગ એકટ અન્વયે જિલ્લા કલેકટરને જેણાભાઈએ અરજી કરી હતી.જે અરજી જિલ્લા કલેકટરે માન્ય રાખી ફરિયાદ કરવા જણાવતા ચકલાસી પોલીસ મથકે પૂજાભાઇ ચૌહાણે સિંકદરમીયા માતબરમિયા ચાવડા,રઉફમિયા સિકંદરમીયા ચાવડા, તોફીકમીયા સિકદરમીયા ચાવડા,અને સિકંદરમીયા ના બનેવી વારીસમિયા અબ્દુલમિયા પઠાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...