ફરિયાદ:નડિયાદના પૂર્વ કાઉન્સિલરે મોતની ધમકી આપતાં ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અગાઉ દબાણ મુદ્દે વિવાદમાં સપડાયા હતા
  • ભાણિયો ફોન કેમ ઉપાડતો નથી તેમ કહી મામાને ધમકાવ્યો

નડિયાદ શહેરના વોર્ડ નં-3ના પૂર્વ કાઉન્સિલરે જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે. બે દિવસ અગાઉ દબાણ મુદ્દે વિવાદમાં આવ્યા હતા. નડિયાદના હાથજમાં રહેતા હીરાભાઇ ભરવાડ પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે. શનિવારે સવારે 11:41 વાગ્યાના અરસામાં તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો.

જે ફોન રિસીવ કરતા તે ફોન ભાનુભાઇ ભરવાડનો હતો અને તેમણે કહેલ કે તારો ભત્રીજો હનુભાઇ ફોન કેમ ઉપાડતા નથી, જેથી હીરાભાઇએ કહેલ કે એ તમારો ભાણિયો થાય છે તમારો ફોન ઉપાડે કે ન ઉપાડે તેમા મારે શું તેમ કહેતા ભાનુભાઇ એકદમ ઉશ્કેરાઈ જઇ ગાળો બોલવા લાગ્યા હતા.

એટલાથી ન અટકતા કહેલ કે તારા બંને દીકરાઓ પૈકી એકને કાપી નાખીશ, જેથી ગાળો બોલવાની ના પાડતા ફરી ગાળો બોલી દિકરાઓને ત્રણ દિવસની અંદર કાપી નાખવાની ધમકી આપી હતી. હીરાભાઇ જેઠાભાઇ ભરવાડની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...