વિવાદ:અહીંયા દારૂ સંતાડવાનો નહીં કહી ઝઘડો,4 વિરૂધ્ધ ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ શહેરના ભૈયાચાલીમાં બનેલો બનાવ

નડિયાદ શહેરના ભૈયાચાલીમાં રહેતા રંજનાબેન તિવારી પરિવાર સાથે રહે છે. ગત તા.15 મે ના રોજ તેમના ઘરની બાજુમાં આવેલ છાપરામાં દારૂ સંતાડ્યો હતો. જેથી તેઓ ત્યાં જતા કપીલ મકાનના બાથરૂમની છાપરા ઉપર દારૂ સંતાડ્યો હતો જેથી રંજનાબેને કહેલ કે તમારે દારૂ અહીંયા સંતાડવાનો નહી તેમ કહેતા એકદમ ઉશ્કેરાઈ જઇ ગાળો બોલી પાઇપ લઇ આવી મારમાર્યો હતો.

જેથી બૂમાબૂમ થતા કપીલનો ભાઇ લવકુશ,સનીભાઇ અને મહેશભાઈ દોડી આવી ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા.એટલાથી ન અટકતા ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે રંજનાબેન દિલીપભાઈ તિવારીએ નડિયાદ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે કલીપભાઇ જગદીશભાઇ યાદવ,લવકુશ જગદીશભાઇ યાદવ, સનીભાઇ અને મહેશભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...