કાર્યવાહી:બે સંતાનની માતાને સાસરીયાએ ત્રાસ આપતાં 4 વિરૂધ્ધ ફરિયાદ

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તું અહીં કેમ આવી છે તેમ કહીં ધક્કો મારીને ઘરેથી કાઢી મૂકી

અમદાવાદ શાહીબાગ દરીયાખાન ધૂમ્મટમાં રહેતી દિકરીના લગ્ન મહેમદાવાદના ઘોડાસર રહેમતનગરમાં રહેતા મોહમંદખાન સાથે વર્ષ-2013માં થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને સંતાનમાં બે બાળકો છે. થોડા વર્ષો બાદ સાસુ, સસરા, જેઠ, જેઠાણી પરીણીતાના પતિને ખોટી ચઢામણી કરતા ઝઘડો થતો હતો. વળી પતિ પરીણીતા સાથે મારઝુડ કરતા હતા.

જેથી પરિણીતાએ પતિને સમજાવતા મહેમદાવાદ અને ત્યારબાદ રામોલ રહેવા ગયા હતા. તા.4 મે ના રોજ પતિ મોહમદખાને જણાવેલ કે હવે આપણે રામોલ નથી રહેવુ ઘોડાસર રહેવા જવુ છે તેમ કહી ઝઘડો કર્યો હતો.વળી સાસુ રામોલ આવી મોહમદખાનને લઇ ગયા હતા જેથી પરીણીતા પણ બાળકો સાથે ગયા હતા તે સમયે પતિ, સાસુ, જેઠ, જેઠાણીએ ઝઘડો કર્યો હતો.

તેમજ કહેલ કે તુ અહીયા કેમ આવી છુ,અમારે તને રાખવાની નથી તેમ કહી ધક્કોમારી ઘરની બહાર કાઢી મૂકી હતી.આ બનાવ અંગે પરીણીતાએ મહેમદાવાદ પોલીસ મથકે પતિ મોહમંદખાન,સાસુ ઝુલેખાબીબી, જેઠ જૂમ્માખાન અને જેઠાણી સુલતાનબીબી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...