હુમલો:નડિયાદમાં ઘર ખાલી કરવા બાબતે ભાડૂઆતને મારતાં 3 સામે ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાંજના સમયે જમવાનું બનાવતી નર્સના ઘરમાં ઘૂસી લાકડીથી હુમલો કર્યો
  • ઈજાગ્રસ્ત​​​​​​​ દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

નડિયાદ શહેરના જવાહર નગર વિસ્તારમાં મકાન ખાલી કરવા બાબતે 3 ઇસમોએ ઘરમાં ઘૂસી ધમાલ મચાવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. નોકરીથી પરત ફરેલી મહિલા ઘરે જમવાનું બનાવતી હતી, તે સમયે આ ઈસમોએ હોબાળો મચાવી લાકડીઓથી માર માર્યો હતો. જે ઘટનામાં દંપત્તિને ઇજાઓ પહોંચી છે. નડિયાદ શહેરના જવાહર નગર વિસ્તારમાં આવેલ નારાયણ નગરના બં.નં.227માં જયેશભાઈ સોલંકી તેમના પરિવાર સાથે રહે છે. તેમની પત્ની સોનલબેન શહેરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે.

રવિવારના રોજ સાંજના સમયે સુનીલ વાઘેલા, નિલેશ વાઘેલા અને વર્ષાબેન વાઘેલા તેમના ઘરમાં ઘસી આવ્યા હતા. અને કહેલ કે તમને કેટલા સમયથી ઘર ખાલી કરવા કહ્યુ છે, કેમ ખાલી કરતા નથી? તેમ કહી ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યા હતા. જોત જોતામાં સાથે લાવેલ ડંડા વળે સોલંકી દંપત્તિ પર હુમલો કરી દીધો હતો.

હુમલાને પગલે સોનલબેને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા. અને ઘર ખાલી નહી કરો તો જાનથી મારી નાખીશું, તેવી ધમકી આપતા ગયા હતા. ઘટનામાં જયેશભાઇને માથાના ભાગે ઇજા પહોંચી હતી, તેમજ સોનલબેનને પણ ઇજાઓ પહોંચી હતી. જેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘટના અંગે નડિયાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...