દાદાગીરી:ફાયનાન્સ કંપનીમાંથી લોન લઈ હપ્તા ન ભરતાં ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજના ઇસમે અેક્ટિવાના બે હપ્તા ભર્યા

કપડવંજના ઇસમે ફાયનાન્સ કંપનીમાંથી એક્ટિવા ખરીદી લોનના હપ્તા ન ભરતા કંપનીના કલેક્શન હેડે ફરિયાદ નોંધાવી છે. ફાયનાન્સ કંપનીના કર્મચારી હપ્તા ભરવા જણાવતા કહ્યુ હતુ કે એક્ટિવા મારી પાસે નથી અને હપ્તા પણ ભરવાનો નથી કહેતા ફરિયાદ નોંધાઇ છે.અમદાવાદના ચંદ્રનગરમાં રહેતા હેમંત સંધાને ઇલેકટ્રોનીકા ફાયનાન્સ લિમીટેડ કંપનીમાં કલેકશન હેડ તરીકે ફરજ બજાવે છે. તેમની કપડવંજ બ્રાન્ચ ઓફિસમાંથી તા 5 ડિસેમ્બર 2021ના રોજ શબ્બીરશા મૂસ્તાફાશા દિવાને એક્ટિવાની ખરીદી કરી હતી.

જે એક્ટિવાના ડાઉન પેમેન્ટ પેટે રૂ 5,499 ભર્યા હતા તેમજ એક્ટિવા પર લોનના હપ્તા રૂ 2,892 ના કુલ-36 હપ્તા ભરવાના હતા. પરંતુ શબ્બીરશાએ બે હપ્તા ભર્યા બાદ હપ્તા ભરવાના બંધ કરી દીધુ હતુ. જેથી ફાયનાન્સ કંપનીના કર્મચારીઓ રૂબરૂ જઈ હપ્તા ભરવા વારંવાર કહ્યું હતું તેમ છતા હપ્તા ભર્યા ન હતા. જેથી તા.4 નવેમ્બર 2022 ના રોજ ફાયનાન્સ કંપનીના કર્મચારી રૂબરૂ જઈ હપ્તા ભરવા જણાવતા શબ્બીરશાએ કહ્યુ હતુ કે એક્ટિવા મારી પાસે નથી અને હપ્તા પણ ભરવાનો નથી. આમ કંપની સાથે રૂ 87,195 છેતરપિંડી કરતા કપડવંજ ટાઉન પોલીસે શબ્બીરશા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...