ભાસ્કર વિશેષ:શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ, માંગલિક કાર્યો બંધ 17મીએ પડતર, 25મીએ સર્વપિતૃ અમાસ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરુડ પુરાણમાં પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર

શ્રાદ્ધ પર્વને ગરુડ પુરાણમાં પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર ગણ્યો છે. પવિત્ર શ્રાદ્ધ પક્ષનો 10 સપ્ટેમ્બરથી પ્રારંભ થઇ ગયો હતો. જેની પૂર્ણાહુતિ 25 સપ્ટેમ્બર રવિવારના રોજ થશે ત્યા સુધી માંગલિક પ્રસંગોનો નિષેધ રહેશે. ત્રણ પ્રકારના ઋણ ગણવામાં આવે છે. જેમાં દેવઋણ, ઋષિ ઋણ અને પિતૃઋણ જેમાંથી પિતૃઋણમાંથી મુક્ત થવાનો આ પર્વમાં જો પિતૃઋણ ન ચૂકવીએ તો માનવ જન્મ નિર્થક જાય છે તેમ જ્યોતિષએ જણાવ્યું હતું.

પિતૃપક્ષ શ્રાદ્ધપક્ષમાં પૂનમથી શરૂ કરી અમાસ સુધીની 16 તિથિમાંથી આપણા સદગતની દેવલોક પામ્યા હોય તેનું શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે છે અને જેની તિથિ યાદ ન હોય તેવા તમામનું શ્રાદ્ધ સર્વપિતૃ અમાસે કરવામાં આવે છે. ધર્મ શાસ્ત્રો અને ગરુડ પુરાણ અનુસાર ધર્મરાજ યમ દેવના આદેશથી પિતૃ લોક થી શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ પોતપોતાના ઘરે કોઈ પણ સ્વરૂપમાં સૂક્ષ્મ રીતે પરોક્ષયા પ્રત્યક્ષ આ દિવસે તૃપ્ત થવાના આશયથી શ્રાદ્ધ ભોજ ગ્રહણ કરવા પોતાના કુટુંબીજનો પાસે આવે છે, જે તેમની આશા પુરી થતા તે સંતુષ્ટ થઈ તૃપ્તિ અનુભવી આશીર્વાદ આપે છે. આ હેતુથી શ્રાદ્ધપર્વમા શ્રાદ્ધ કરવાનો મહિમા વર્ણવ્યો છે.

શ્રાદ્ધમાં શું ધ્યાન રાખવું?
1. સૌપ્રથમ બપોર 3 વાગ્યા પહેલા કાગડા, ગાય, કૂતરાને પુરી અને દૂધપાકનું ભોજન અર્પણ કરવું.2.શ્રાદ્ધના ભોજનમાં ડુંગળી-લસણ, કોળું, કોબીસ, માસમચ્છીનો ઉપયોગ ન કરવો. કોઈપણ પ્રસંગ કે માંગલિક કાર્ય ન કરવા જોઈએ.3.કોઈપણ વ્રત ઉપવાસ ન કરવો જોઈએ અને પ્રેમ થી શ્રાદ્ધનું ભોજન જમવું જોઈએ. > રાજેન્દ્ર કુમાર શાસ્ત્રી, જ્યોતિષિ, નડિયાદ.

2022ના શ્રાદ્ધ પક્ષની યાદી
110-09શનિવારપૂનમ-પડવાનું શ્રાદ્ધ
211-09રવિવારબીજનું શ્રાદ્ધ
312-09સોમવારત્રીજનું શ્રાદ્ધ
413-09મંગળવારચોથનું શ્રાદ્ધ
514-09બુધવારપાંચમનું શ્રાદ્ધ
615-09ગુરુવારછઠ્ઠનું શ્રાદ્ધ
716-09શુક્રવારસાતમનું શ્રાદ્ધ
817-09શનિવારપડતર દિવસ
918-09રવિવારઆઠમનું શ્રાદ્ધ
1019-09સોમવારનોમનું શ્રાદ્ધ
1120-09મંગળવારદશમનું શ્રાદ્ધ
1221-09બુધવારઅગિયારસનું શ્રાદ્ધ
1322-09ગુરૂવારબારસનું શ્રાદ્ધ
1423-09શુક્રવારતેરસનું શ્રાદ્ધ
1524-09શનિવારચૌદશનું શ્રાદ્ધ
1625-09રવિવારસર્વ પિતૃ અમાસ શ્રાદ્ધ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...