સમગ્ર રાજ્યમાં આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વાલીઓ સહિત બાળકો સ્ટેશનરી અને પાઠય પુસ્તકોની ખરીદીમાં દોટ લગાવી છે. આ વચ્ચે નડિયાદમાં છેલ્લા ત્રણેક વર્ષથી પછાત વિસ્તારમાં 'ડોનેટ યોર સન્ડે'ના થીમ પર ચાલી રહેલ સરદાર ગુરુકુળમાં આજથી નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે.
ત્રણ વર્ષથી બાળકોને પાયાનું શિક્ષણ અપાય છે
ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ આવતીકાલથી સમગ્ર રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. નડિયાદમાં છેલ્લા ત્રણ વર્ષથી ઈન્દીરાનગરી વિસ્તારમાં 'ડોનેટ યોર સન્ડે' ના થીમ પર સ્થાનિક બાળકોને પાયાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ખૂબજ ગરીબીમાથી આવતા આ બાળકોનો શિક્ષણનો પાયો મજબૂત થાય અને પોતાના કેરિયરમાં કંઈક બની શકે અને હાંસલ કરી શકે તેવા ઉમદા આશયથી યુવા એકતા સમિતિ દ્વારા સરદાર ગુરુકુળ નામ આપી બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. 'ડોનેટ યોર સન્ડે' ના થીમ પર લગભગ 70-80 વોલેન્ટીયર ભેગા થઈ 50થી વધુ બાળકોને શિક્ષણ આપવાની કામગીરી છેલ્લા ત્રણેક વર્ષથી કરી રહ્યા છે. જેના પરિણામે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓમા ભણવામાં રસ રુચિ વધી છે અને તેથી જ તાજેતરમાં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં અહીંયાનો એક વિદ્યાર્થી સારા પર્સન્ટેજથી પાસ થયો છે.
વિદ્યાર્થીઓનું ટેલેન્ટ બહાર લાવવા પ્રયાસ
એટલું જ નહીં પરંતુ જેને જે વિષયમાં એટલે કે ચિત્ર, રમત ગમત કે અન્ય વિષયમાં રસરુચિ હોય તો આવા વિદ્યાર્થીઓનું ટેલેન્ટ બહાર સમાજ સુધી પહોંચાડવા પણ આ યુવા એકતા સમિતિ કામ કરે છે. નડિયાદમાં દર રવિવારે સવારે 9:30 થી બપોરે 12 કલાક દરમિયાન અહીંયા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયાના ત્રણ મહિના પછી આજે આ થીમ ઉપર યુવા એકતા સમિતિના યુવા લોકોએ શિક્ષણ કાર્યનો શુભારંભ કર્યો છે.
પ્રથમ દિવસે શિક્ષણ આપી તેની સાથે સાથે દરેક બાળકોના વાલીને મળી આ યુવા ટીમે માર્ગદર્શન પૂરું પાડયું છે. સ્ટેશનરી, સ્કૂલની ફી સહિતના મુદ્દાઓ તેમજ આર્થિક રીતે મદદ કરવા પણ આ યુવા એકતા સમિતિએ કટીબધ્ધતા દર્શાવી છે. તેમ વાલીઓને જણાવ્યું છે.
યુવા એકતા સમિતિના કનૈયાભાઈ ધનગર જણાવે છે કે આ યુવા એકતા સમિતિના મયુરભાઈ સુથારના માર્ગદર્શન હેઠળ અમે આ કામગીરી કરી રહ્યા છે. અહીંયા અમારી લગભગ 70થી 80વ્યક્તિઓની ટીમ છે. જે બાળકોને શિક્ષણ આપી રહી છે જેથી અહીંયા ના બાળકો સારા માર્કે પાસ થયા છે ધોરણ 10 માં બે વિદ્યાર્થીઓ સારા માર્કસે પાસ થયા છે. તો અન્ય ધોરણ સાતના વિદ્યાર્થીઓ પણ સારા માર્કેસે પાસ થયા છે અમે અહીંયા માત્ર એજ્યુકેશન નહી પરંતુ પર્સનલ ડેવલોપમેન્ટ સ્કિલ આપી બાળકોને સમયની સાથે દોટ લગાવવા પ્રયાસ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.