નડિયાદમાં આવેલ વૈશાલી ગરનાળાને ઉંડુ કરવાની કામગીરી GUDC દ્વારા શરૂ કરવાની હોઈ 27 મેના રોજ જિલ્લા કલેક્ટર દ્વારા રસ્તો બંધ રહેશેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતું. પરંતુ કામગીરી શરૂ કરવામાં જ કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવતા 24 દિવસ બાદ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જે બાદ વરસાદ શરૂ થઈ જતાં સમગ્ર કામગીરી અટકી પડી હતી. છેલ્લા એક મહિનાથી ગરનાળાનો રસ્તો બંધ કરી દેવાયો હોઈ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી હતી.
જે બાબતે અવાર નવાર સ્થાનિકો દ્વારા કાઉન્સિલરોને તેમજ મુખ્ય દંડકને ફરિયાદ કરતા નાછુટકે સોમવારે બપોરે પતરા હટાવી રસ્તો ખુલ્લો કરી દેવાયો હતો. રેલ્વે દ્વારા મોડા મોડા રોકડા રૂ.5 કરોડ ભરવા નોંધ કરતા છેલ્લી ઘડીએ રૂપિયા ભર્યા બાદ રેલવે તરફથી કામ શરૂ કરવા લીલીઝંડી આપવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારી, GUDC અને પાલિકા સાથે સમન્વયનો અભાવને કારણે બે મહિના સુધી કામ શરૂ ન થતા આખરે બંધ કરાયેલ રસ્તાનો ખુલ્લો કરવાની ફરજ પડી હતી.
સેન્ટ મેરી સ્કૂલ પાસે ખોદેલ ભયજનક ખાડો કોણ પૂરશે?
વૈશાલી ગરનાળાને પહોળુ કરવાની કામગીરી શરૂ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા, સેન્ટમેરી સ્કૂલ અને વૈશાલી સિનેમા વચ્ચે 50 ફૂટ લાંબો ને 10 ફુટ ઉંડો ખાડો ખોદી નાખવામાં આવ્યો હતો. જેમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. હવે જ્યારે રોડ ખુલ્લો કરી દેવાયો છે, ત્યારે ખાડાની બંને બાજુ થી ટ્રાફિકની અવરજવર શરૂ થશે, અને જો કોઈ વાહન ચાલક અંદર પડ્યો તો જીવને જોખમ છે. ત્યારે આ ખાડો સત્વરે પુરવામાં આવે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.