વિવાદ:નડિયાદની ભૂમેલ સીમમાં જમીનની માપણી મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન માપણીની કામગીરી બાદ જમીન માલિક થાંભલા રોપી રહ્યા હતા ત્યારે માથાકૂટ

નડિયાદના ભુમેલ સિમ વિસ્તારમાં આવેલ જમીન બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જિલ્લા કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ કેસમાં ચુકાદો આપ્યા બાદ કેસ જીતનાર પાર્ટીએ પોતાની જમીનમાં હદના થાંભલા ઉભા કરી રહી હતી, ત્યારે સામાવાળાએ ખેતરમાં ઘૂસી આવી ઝઘડો કર્યો હતો.

ભૂમેલ સિમ વિસ્તારમાં આવેલ સર્વે નં-535 જમીન કુલ 80 ગુંઠા આવેલી છે. જેમાંથી 50 ગુંઠા જમીન જેણાભાઈ પુંજાભાઈ ચૌહાણે એક વર્ષ અગાઉ હુસેનમિયા મહંમદમીયા ચાવડા પાસેથી વેચાતી રાખી હતી શનિવાર[ જમીન માપણી કરી ફેન્સીંગ કરવાની કાર્યવાહી ચાલી રહી હતી, તે સમયે જમીન વેચનારના કાકાનો દિકરો અને અન્ય વ્યક્તિઓ મારવા આવી જમીન માપણી કે ફેન્સીંગ કરવા દીધી ન હોવાનો આક્ષેપ કર્યો છે.

જેથી જમીન રાખનાર જેણાભાઈએ કહ્યું હતું કે તમારી પાસે કોઇ પૂરાવા હોય તો આપો. વળી રહીમ દલાલ નામના ઈસમે ધમકી આપતા કહ્યુ હતુ કે આ જમીન અમારી છે તેથી અમે ખેડીશું. અગાઉ પણ આ જમીન અંગે કેટલાક ઈસમોએ જેણાભાઈ સાથે ઝઘડો કર્યો હતો. જેથી તેઓ 13 વ્યક્તિઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં હજુ 5 ઇસમો ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...