બાળકોને જીવનું જોખમ:પરીએજમાં સ્કૂલે જતાં બાળકો કાદવ કિચડ ડહોળવા મજબૂર

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાવની સંરક્ષણ દિવાલ ન હોય બાળકોને જીવનું જોખમ

માતરના પરીયેજ ગામે ભેટલી ફળીયાથી બાલીન્ટા તરફનો માર્ગ ઘણા સમયથી જર્જરીત બની ગયો છે. વરસાદી સીઝનમાં પાણી ભરાતા અહી કાદવ કિચડનું સામ્રામજ્ય જામ્યું છે. જ્યા તંત્રની નજર નહી પહોંચતા સ્થાનિકોને રસ્તો પસાર કરવો અગ્નિપરીક્ષા રૂપ બની ગયો છે. શાળા, કોલેજમાં જતા વિદ્યાર્થીઓ હોય કે પછી નોકરી, ખેતરમાં જતા નાગરીકો તમામ લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માતર તાલુકાના પરીએજ ઞામમાં છેલ્લા કેટલાક સમય થી ગામના જાગ્રૃત યુવાનો દ્વારા ભેટલી ફળીયાથી તળાવ તરફ બાલીન્ટા ગામ તરફ રસ્તો બનાવવા માંગ કરી છે.

વારંવાર પરીએજ ગ્રામ પંચાયતથી લઈ માતર તાલુકા કચેરી એ તથા જિલ્લા કલેકટરને પણ લેખીતમાં રજૂઆતો કરવામાં આવી હતી. જેની નોધ લઈને તંત્ર દ્વારા આ રસ્તો તથા સંરક્ષણ દિવાલ બનાવવા સુચન કર્યું હતું. જેને જોતા આ રસ્તાનો ઠરાવ પણ થઈ ગયો તથા વહીવટી મંજૂરી પણ મળી ગઈ હતી. જેતે કોન્ટ્રાક્ટને કામ પણ આપી દેવામાં આવ્યું હોવા છતાં રસ્તો નહી બનતા સ્થાનિકોને નાછુટકે કાદવ કિચડ ડહોળવાનો સમય આવ્યો છે.

કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?
રસ્તાની બાજુમાં તળાવ પણ આવેલ છે જેની કોઈ સંરક્ષણ દિવાલ પણ નથી. તો ઘણા લોકોનું એમ પણ કહેવું છે કે, અમારા નાના બાળકો સ્કૂલમાં જવા આવવા માટે એકલા જ આવતા હોય છે. કયાંક તળાવમાં કોઈ ઝેરી જાનવર કે મઞર પણ છુપાઈ ને બેઠા હોય અને કદાચ કોઈ મોટી દુઘૅટના બાળકો સાથે બની જાય તો એના માટે જવાબદાર કોણ? - અતુલભાઈ ઝાલા, પરીયેજ

બે-ચાર દિવસમાં કામ શરૂ કરવામાં આવશે
પંદર માં નાણાપંચ માં શીશી રોડનું કામ ગ્રામ પંચાયત દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. જેમાં શીશી રોડ ઊંચો લેવાનો હોય માટે પંચાયત દ્રારા અગાઉ પુરાણ કરવામાં આવ્યું હતુ અને લેવલ કરવામાં આવ્યું હતું. પણ આ વરસાદ ના કારણે કામ અટક્યું છે. બે ચાર દિવસમાં કામ ચાલુ કરવામાં આવશે.- દિનેશભાઇ પટેલ, તલાટી, પરીએજ

અન્ય સમાચારો પણ છે...