• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Chief Officers Of 3 Municipalities Mehmedabad, Dakor And Kanjari Of Kheda District Transferred Out Of District, Kathlal Municipality Got New Chief Officer

ચીફ ઓફિસરની બદલી:ખેડા જિલ્લાની 3 નગરપાલિકા મહેમદાવાદ, ડાકોર અને કણજરીના ચીફ ઓફિસરોની જિલ્લા બહાર બદલી, કઠલાલ પાલિકાને નવા ચીફ ઓફિસર મળ્યા

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં આવાનર માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ જિલ્લાની 3 નગરપાલિકા કે જ્યાં ચૂંટણી યોજાવાની છે તે મહેમદાવાદ, ડાકોર અને કણજરી પાલિકાના ચીફ ઓફિસરોની જિલ્લા બહાર બદલી કરાઈ છે. આ જગ્યાએ નવા સીઓ જિલ્લા બહારથી મુકાયા છે. જ્યારે કઠલાલ નગરપાલિકાને નવા ચીફ ઓફિસર મળ્યા છે.
​​​​​​​રાજ્યમાં 41 ચીફ ઓફિસરોની સામૂહિક બદલી કરાઈ
રાજ્ય સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ગતરોજ એકીસાથે રાજ્યમાં જુદી જુદી નગરપાલિકામા ફરજ બજાવતા 41 ચીફ ઓફિસરોની સામૂહિક બદલી કરી છે. જેમાં ખેડા જિલ્લાના 3 નગરપાલિકા મહેમદાવાદ, ડાકોર અને કણજરીનો સમાવેશ થાય છે. મહેમદાવાદ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા પાર્થવન ગોસ્વામીને બોટાદ નગરપાલિકામાં તો આ ખાલી પડેલી જગ્યા પર દાહોદ નગરપાલિકાના કમલકાંત પ્રજાપતિને મુકવામાં આવ્યાં છે.
​​​​​​​કઠલાલ નગરપાલિકામાં ચીફ ઓફિસર અત્યાર સુધી ઇન્ચાર્જ હતા
આવી જ રીતે ડાકોર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા સંજય પટેલને થાનગઢ નગરપાલિકામાં તો આ ખાલી પડેલી જગ્યા પર છોટાઉદેપુર નગરપાલિકાના અતુલચંદ્ર સિંહાને મુકાય છે. જ્યારે કણજરી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ શેખને જસદણ નગરપાલિકામાં મુકવામાં આવ્યાં છે. જ્યારે કઠલાલ નગરપાલિકામાં ચીફ ઓફિસર અત્યાર સુધી મહુધા નગરપાલિકાના ઇન્ચાર્જ હતા. જે ઇન્ચાર્જની જગ્યાએ માળિયા મિંયાણા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેસરા મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...