કેમિકલ નાખતા દોડધામ:પૂર્વ અમદાવાદને પીવાનું પાણી પૂરું પાડતી કેનાલમાં કેમિકલથી દોડધામ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિંજર રાસ્કા વિયરમાં કેમિકલ મળતાં નમૂના લઈને તપાસ હાથ ધરાઈ છે. - Divya Bhaskar
જિંજર રાસ્કા વિયરમાં કેમિકલ મળતાં નમૂના લઈને તપાસ હાથ ધરાઈ છે.
  • ભાંગફોડિયા તત્ત્વોએ કેમિકલ નાખ્યાની શંકા, તપાસ શરૂ
  • પાણી ફિલ્ટર થઈને આવતું હોવાથી ચિંતા નહીં

અમદાવાદના પૂર્વ વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડતી જિંજર રાસ્કા વિયરમાં અજાણ્યા તત્વોએ કેમિકલ નાખતા દોડધામ મચી ગઈ હતી. કોઈ કંપનીનું વેસ્ટ કેમિકલ કેનાલમાં છોડવાને કારણે પાણી કાળંુ થઈ ગયું હોવાની ચર્ચા ખેડૂતો કરી રહ્યા છે. પરંતુ સતત બે દિવસથી રાસ્કા વિયરમાં આ પ્રકારનું પાણી વહેતા તપાસ શરૂ થઈ છે. પૂર્વ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતો ફિલ્ટરેશન પ્લાન્ટ રાસ્કા પાસે આવેલ છે. જેમાં આ કેનાલનું પાણી પહોંચે છે. ત્યાંથી ફિલ્ટર થઈ પાણી અમદાવાદને પહોંચાડાય છે.

તપાસ પછી કેમિકલ કયું છે તે જાણી શકાશે
પાણી ફિલ્ટરેશન પ્લાન્ટમાં ફિલ્ટર થયા બાદ જ અમદાવાદ જાય છે. જેથી ચિંતાની વાત નથી. ફિલ્ટરેશન પ્લાન્ટ તરફ જતું પાણી બંધ કરાયું છે. જીપીસીબીએ પાણીના નમૂના લીધા છે. તપાસ બાદ કયું કેમિકલ છે, તેની જાણ થશે અને તે કોણ બનાવે છે તે પકડાશે.

અન્ય સમાચારો પણ છે...