ડાકોર ખાતે યોજાનાર ફાગણી પૂનમના મેળા સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસર એચ. કે. સોલંકી, એચ. સી. પરમાર, કે એમ. પટેલ તથા એમ.જે. દિવાનની સંયુક્ત ટીમ દ્વારા ડાકોર મંદિર તથા આસપાસના પરિસરમાં રહેલ પ્રસાદ, મીઠાઈ અને ફરસાણના સ્ટોલ, ખાણીપીણીની લારીઓ તથા ડાકોરમાં આવેલી રેસ્ટોરન્ટ ઉપર ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે ચેકીંગ કરવામાં આવ્યું હતું.
60 જેટલી પેઢીની તપાસ કરવામાં આવી
આ ચકાસણી દરમિયાન આશરે 60 જેટલી પેઢીની તપાસ કરવામાં આવી હતી. જે અન્વયે રેસ્ટોરન્ટમાંથી તૈયાર ખોરાકના તથા મંદિરના પરિસરની આસપાસમાં આવેલ મીઠાઈના સ્ટોલ પરથી પ્રસાદ અને ફરસાણના નમુનાઓ ચકાસણી અર્થે લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે. આ પ્રકારની સઘન તપાસની કામગીરી હોળી સુધી સતત ચાલુ રહેશે તથા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કાર્યરત રહેશે તેમ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.