• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Chalali's Wife Of Nadiad Protested Against The Practice Of Shaming, Husband Lashed Out, Complaint Against Husband, Mother in law, Father in law And Jeth

સાસરિયા સામે ફરિયાદ:નડિયાદના ચલાલીની પરિણીતાએ લાજ કાઢવાની પ્રથાનો વિરોધ કરતા પતિએ મારઝૂડ કરી, પતિ, સાસુ, સસરા અને જેઠ સામે ફરિયાદ

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર મામલે પીડીતાએ ચકલાસી પોલીસમાં પોતાના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી

લાજ કાઢવા જેવા કુરિવાજ સમાજને ખોખલા કરી રહ્યા છે. ત્યારે નડિયાદના ચલાલીની પરિણીતા આનો ભોગ બનતા પુત્રવધુએ લાજ કાઢવા બાબતે વિરોધ કરતાં તેણીની અત્યાચારનો ભોગ બની છે. આટલેથી વાત નહી અટકતાં રોજેરોજ કંકાસ થતાં તેના પતિએ પોતાની પત્ની સાથે મારઝૂડ કરતા પીડીતાને હાથે ફ્રેકચર થયું છે. સમગ્ર મામલે પીડિતાએ ચકલાસી પોલીસમાં પોતાના પતિ, સાસુ સસરા અને જેઠ સામે ફરિયાદ નોંધાવી છે.

ઘરના કામકાજ બાબતે પણ ઝઘડો કરતા હતાં
નડિયાદમા રહેતી 20 વર્ષિય યુવતીના લગ્ન નડિયાદ તાલુકાના ચલાલી શક્તિનગર વિસ્તારમાં રહેતા યુવક સાથે સમાજના રીતી રિવાજ મુજબ ગયા એક વર્ષ અગાઉ થયા હતા. ગત 30 જુલાઈના રોજ લાજ કાઢવા બાબતે પરિણીતાને પોતાના પતિ તથા સાસુ સસરા સાથે બોલાચાલી થયેલ હતી અને આ બાબતે અવારનવાર ઘરકંકાસ પણ થતો હતો. ઉપરાંત ઘરના કામકાજ બાબતે પણ ઝઘડો થતાં તેના સાસરિયાઓ તેણીન પર અત્યાચાર ગુજારતા હતા. વાત આટલેથી નહી અટકતા આ તમામ લોકો પરિણીતા ‌સાથે મારઝુડ પણ કરતા હતા.

પિયરમાં આવી પરિણીતને હાથમાં દુખાવો રહેતા ફ્રેક્ચર થયુ હોવાનું ઘટસ્ફોટ
આ દિવસે નવ વાગ્યાની આસપાસ પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમા ફરિયાદ કરવાની વાત કરતા તેણીના પતિ એકાએક આક્રોશમાં આવી ગયા હતા અને પીડીતા સાથે મારામારી કરી હતી. આ ઝઘડામાં પરિણીતાના જેઠ અને સાસુ સસરાએ પણ છોડાવવાના બદલે તેમના દીકરાનો સાથ આપ્યો હતો. આથી પરિણીતાએ પોતાની માતાને બોલાવી પિયરમાં જતી રહી હતી. પિયરમાં આવી પરિણીતાને હાથમાં દુખાવો રહેતા એક્સરે પડાવતા ફ્રેક્ચર થયુ હોવાનું જાણવા મળ્યું હતું. આથી આ સમગ્ર મામલે પીડિતાએ પોતાના પતિ પરેશ અરવિંદભાઈ તળપદા, સાસુ શારદાબેન અરવિંદભાઈ તળપદા, સસરા અરવિંદભાઈ ચતુરભાઈ તળપદા અને જેઠ પીન્ટુભાઇ અરવિંદભાઈ તળપદા (તમામ રહે.શક્તિનગર, બળિયાદેવ મંદિર પાસે, ચલાલી, તા.નડિયાદ) સામે ચકલાસી પોલીસમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 325, 498A, 504,506,114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...