બોલાચાલી બાદ ઝઘડો:મારા દીકરાને વાંક વગર કેમ માર્યોં તેમ કહેતાં ઝઘડો કર્યોં, ચકલાસી પોલીસે બંને પક્ષે 13 વિરૂધ્ધ ગુનો નોંધ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ તાલુકાના ચકલાસી રામપુરામાં રહેતા પ્રવીણભાઈ વાઘેલા છૂટક મજૂરી કરી તેમનું ગુજરાન ચલાવે છે. ગત તા.17 મે ના રોજ રાતના પરિવાર જમીને સૂતો હતો તે સમયે નિલેશ ઘરે આવી કહેલ કે તમારા દિકરા નીરજને છોકરા મારે છે. જેથી તેઓ જઈને દિકરાને પૂછેલ કે રાત્રે અહીંયા શુ કરે છે તેમ પૂછતા નિરજે કહેલ કે ગેમ રમવા આવ્યો હતો.

જેથી તેના ઘરે લઇ ગયા હતા. બીજા દિવસે તા. 18 મે ના રોજ પ્રવિણભાઇ અને તેમના પત્ની રસીકભાઇને ઘરે જઇ પૂછેલ કે મારા દીકરાને વગર વાંકે કેમ માર્યો હતો. તેમ પૂછતા રસીકભાઇ એકદમ ઉશ્કેરાઈ જઇ ગમે તેમ બોલવા લાગ્યા હતા. વળી રસીકભાઇનુ ઉપરાણું લઇ આનંદીબેન, હીરાભાઇ, ચંદાબેન, વિશાલ આવ્યો હતો. તે સમયે રસીકભાઇ હાથમાં રહેલ લાકડી પ્રવિણભાઇને શરીરે મારી હતી.

આ બનાવ અંગે પ્રવિણભાઇ વાઘેલાએ ચકલાસી પોલીસ મથકે વિશાલકુમાર, ચંદાબેન, હીરાભાઇ, આનંદીબેન અને રસીકભાઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે રકીલભાઇ મેલાભાઇ વાઘેલાએ પ્રવિણભાઇ, સતીષભાઇ, વિક્રમભાઇ, અજીતભાઇ, સાગર ઉર્ફે ભલાભાઇ, શંભુભાઇ, કાંતીભાઇ અને ભાવેશભાઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...