ઉજવણી:નડિયાદ ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ ખાતે રાજ રાજેશ્વરના પર્વની ઉજવણી અને ફા. અશોક વાઘેલાનો સન્માન સમારંભ યોજાયો

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ મિશન રોડ પર આવેલ ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ ખાતે રાજ રાજેશ્વરના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત પુરોહિત દીક્ષાના 25 વર્ષ પૂર્ણ કરનાર ફા. અશોક વાઘેલા એસ.જે નો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સભાપુરોહિત ફા. ટોની, ફા.અંતોન અપાઉં, ફા.નટુ સહીત મોટી સંખ્યામાં ધર્મજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પર્વ પછીના બીજા રવિવારથી આગમન ઋતુનો પ્રારંભ થાય
આ પ્રસંગે ફા. અશોક વાઘેલાએ જણાવ્યું હતું કે, ઈસુ ખ્રિસ્ત નમ્ર રાજા હતો. એક સામાન્ય માનવ તરીકે અવતાર ગમાણમાં ધારણ કરનારે વિશ્વને પ્રેમ, ક્ષમા, દયાનો સંદેશ પાઠવ્યો.તેઓ જન્મથી લઈ મૃત્યુ સુંધી પ્રજાના પ્રરેક અને શાંતિદાતા બની રહ્યા.મૃત્યુ સમયે પણ વધસ્તંભ પરથી વિશ્વને પ્રેમનો સંદેશ આપ્યો. આવા મહાન રાજાનું પર્વ એટલે રાજરાજેશ્વરનું પર્વ.આ તહેવાર વર્ષમાં છેલ્લે આવે છે. આ પર્વ પછીના બીજા રવિવારથી આગમન ઋતુનો પ્રારંભ થાય છે. આ પ્રસંગે સભાપુરોહિત ફા. ટોનીએ ફાધર અશોક વાઘેલાની સેવાઓને બિરદાવી હતી અને ધર્મજનોનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...