કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનને 8 વર્ષ પુરા થયા છે. જેના ઉપલક્ષ્મયમાં નડિયાદ સ્થિત ભાજપના જીલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યુ હતું કે નરેન્દ્રભાઈ મોદીની સ૨કા૨માં રામ મંદિ૨ સહિતના સંકલ્પો પુરા થયા છે. સં૨ક્ષણ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બન્યુ છે.
જીલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલે જણાવ્યુ હતુ કે દેશમા જયારે કોગ્રેસનુ શાશન હતુ ત્યારે દેશ દિશા વિહીન હતો. ચોતરફ અરાજકતા હતી. નરેન્દ્રભાઈ મોદીએ દેશની ધુરા સંભાળી ત્યારથી યુગ બદલાયો હોય તેવી અનુભુતિ લોકોને થઈ રહી છે. આ પ્રસંગે મુખ્ય દંડક પંકજ દેસાઇ, ખેડા જીલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, જીલ્લા ભાજપ સંગઠનના મહામંત્રીઓ નટુભાઈ સોઢા, જીલ્લા મિડીયા કન્વીનર તથા સહ કન્વીનર ઉપસ્થીત રહયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.