કણજરીમાં રહેતા અને આંગણવાડીમાં નોકરી કરતા શારદાબેન પરમારને ગત 30 મેના રોજ અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. જેની સાથે વાત કરતા અજાણ્યા શખ્સ દ્વારા અપશબ્દો બોલવાના શરૂ કર્યા હતા. જેથી શારદાબેને ફોન કાપી કાઢ્યો હતો. આજ પ્રકારની ઘટના ભુમેલ અને કણજરીની અન્ય આંગણવાડી બહેનો સાથે પણ શરૂ થઈ હતી.
એક બાદ એક 25 થી વધુ બહેનો ને સચિન રાણા, રહે. ડભોઇ, વડોદરાનાએ ફોન કરી ગાળો ભાંડતા બહેનો ગુસ્સે ભરાઈ હતી. શરૂઆતમાં બહેનોએ 181 અભયમને ફોન કરી ફરિયાદ કરી હતી, પરંતુ આરોપીને સુધારવામાં 181 નું કાઉન્સિલીંગ નિષ્ફળ સાબિત થયું હતું. અને આરોપીએ પોતાની હરકતો ચાલુ જ રાખી હતી.
ના છુટકે સમગ્ર મામલો ચકલાસી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં પોલીસે મોબાઇલ નંબર પરથી આરોપીનું એડ્રેસ શોધી ડભોઇ પહોંચી સચિન મનહર રાણા ની અટકાયત કરી ચકલાસી પોલીસ સ્ટેશન લઇ આવી કાર્યવાહી હાથધરી છે.
સીયુજી નંબરની સિરિઝ જાણ્યાં બાદ ફોન કર્યા હતા
સચિને એક મહિલાને ફોન કર્યો, જે બાદ તે નંબર આંગણવાડી કાર્યકર બહેનનો હોવાનું જાણ થતા તેણે સીયુજી નંબરની સિરીઝ પર ફોન કરવાના શરૂ કર્યો હતા. તમામ નંબરો આંગણવાડી કાર્યકર બહેનના સીયુજી નંબર હોય સચિને છેલ્લા એક સપ્તાહમાં 25 થી વધુ બહેનોને ફોન કરી બિભત્સ ગાળો બોલી બિભત્સ માંગણીઓ કરી હેરાન કરતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.