ચોરી:બારીની ગ્રીલ તોડી તિજોરીમાં મૂકેલાં રોકડા 1.20 લાખની ચોરી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા તાલુકાના ચાંદણા ગામે પ્રાથમિક શાળા પાસેની ઘટના
  • નાનાભાઈનો પરિવાર ઘરની બહાર અને મોટાભાઈનો પરિવાર ઉપર સૂતો હતો

ખેડાના ચાંદણા પ્રાથમિક શાળાની પાછળ ખેતરમાં રહેતા નીલકુમાર પટેલ પરિવાર સાથે રહે છે.અને બારેજા નગર પાલિકામાં ફરજ બજાવે છે. તા.31 મે ના રાતના સમયે તેઓ તેમનો નાનો ભાઇ પ્રેમકુમાર, પિતા અશોકભાઈ, માતા શકુંતલાબેન જમી પરવારી સુવા ગયા હતા. તા.1 જૂનના રાત્રીના 3 વાગ્યાના અરસામાં નાનો ભાઇ પ્રેમકુમાર જાગી બારણાનુ તાળુ ખોલી બારણુ ખોલવા જતાં અંદરથી સ્ટોપર મારી હતી. જેથી તેમને નીલકુમારને જગાડતા બંને ભાઇએ ઘરનો દરવાજો ખોલવાની કોશિશ કરતા હતા.પરંતુ ખૂલ્યો નહી જેથી એક ભાઇ ઘરની રસોડાની બારી તરફ જતા બારીની ગ્રીલ તોડી નાખેલી જોવા મ‌ળતા ચોરી થઇ હોવાનુ માલૂમ પડ્યુ હતુ. પરિવારજનો આવી તપાસ કરતા ઘરનો સામાન અને કપડા વેરણ છેરણ પડયા હતા.

તપાસ કરતા તિજોરીમાં મૂકેલા રોકડ રૂ 1 લાખ 20 હજારની મત્તાની ચોરી અજાણ્યા ઇસમો ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે નીલકુમાર અશોકભાઈ પટેલે ખેડા પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...