કાર ધીમી ચાલવાનું કહેતા મારપીટ:સિંહુજ ગામમાં ગાડી ધીમી ચલાવવા બાબતે બોલાચાલી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાળો બોલવાની ના પાડતાં લાકડી મારી

મહેમદાવાદ તાલુકાના સિંહુજ ચીકુવાળા ફળિયામાં રહેતા લાસીબેન પરમાર તેમના પરિવાર સાથે રહે છે.તા.16 મે ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેઓ તેમના ઘરનું કામ કરતા હતા તે સમયે તેની પડોશમાં રહેતા મોહનભાઈનો દિકરો રમેશભાઈ અને રમેશભાઇનો દિકરો નરેન્દ્રભાઇ ઘર આગળ આવેલ રસ્તા પરથી ગાડી સ્પીડમાં લઇ જતા આવતા હતા.

જેથી લાસીબેને કહેલ કે અમારા ઘર આગળથી ગાડી ધીમી કરી જતા હોય તો તેમ કહેતા નરેન્દ્રભાઇ અને રમેશભાઇ ગાડીમાંથી ઉતરી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી લાસીબેને ગાળો બોલવાની ના પાડતા નરેન્દ્રભાઇ ઘરેથી લાકડી લઇ આવી લાસીબેનને શરીરે મારી ઇજા પહોંચાડી હતી, વળી રમેશભાઇએ ગડદાપાટુનો મારમાર્યો હતો. આ બનાવ અંગે લાસીબેન જયંતીભાઈ પરમારે મહેમદાવાદ પોલીસ મથકે નરેન્દ્રભાઇ પરમાર અને રમેશભાઇ પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...