કાર્યવાહી:ભૂમેલ ઇચ્છાપૂરામાં બમ્પ બાબતે ઝઘડો, પોલીસે 11 સામે ગુનો નોંધ્યો

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મારામારી કરી દુકાનમાંથી 13 હજારની લૂંટ કરી ફરાર થઇ ગયા

નડિયાદ ભુમેલ ઇચ્છાપૂરામાં દુકાન આગળ બમ્પ બાબતે ઝઘડો થયો હતો. આ બનાવમાં બોલાચાલી ઉગ્ર બનતા મારામારીમાં પરિણમી હતી. સ્થાનિક પોલીસે સામસામી ફરિયાદ લઇ ગુનો નોંધ્યો છે. ઇચ્છાપૂરામાં રમીલાબેન પરમાર પરિવાર સાથે રહે છે. તા.28 જુલાઇના રોજ રમીલાબેનના પતિ તેમની કરીયાણાની દુકાન પર બેસી વેપાર કરતા હતા. તે સમયે દુકાન આગળ બનાવેલ બમ્પ તોડવા માટે નડિયાદ થી કોઇ અધિકારી આવ્યા હતા. અને તે જ સમયે ઘણા ગ્રામજનો પણ હાજર હતા પરંતુ બનાવેલ બમ્પ ન તોડવા રજૂઆત કરતા અધિકારીઓ જતા રહ્યા હતા.

આ બાદ ગામના હિતેશભાઇ અને વિક્રમભાઈ દુકાન પર આવી તોડફોડ કરી રમીલાબેનના પતિને મારમારવા લાગ્યા હતા. વળી તેમનુ ઉપરાણું લઇ જ્યોત્સનાબેન તેમના માતા દક્ષાબેન આવી મારમારવા લાગ્યા હતા. જેથી બૂમાબૂમ થતા હિતેશભાઈ અને વિક્રમભાઈ ફરાર થઇ ગયા હતા. આ બાદ દુકાનમાં મૂકેલ પૈસાની પેટી જોતા તેમાંથી રૂ 13 હજાર રૂપિયા કાઢી ગયા હોવાનુ માલૂમ થયુ હતુ. રમીલાબેન મંગળભાઇ પરમારની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ જ્યારે સામાપક્ષે હિતેશકુમાર નવનીતભાઇ પરમારની ફરિયાદ આધારે સાત વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...