ધરપકડ:ભૂમેલમાં 2.38 લાખના વિદેશી દારૂ સાથે બૂટલેગર ઝડપાયો

નડિયાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સલુણ ચોકડી પાસે કારમાં દેશી દારૂની ખેપ મારતા 2 પકડાયા

ચકલાસી સ્થાનિક પોલીસે બાતમી આધારે ભૂમેલ ગામમાંથી રૂ 2.38 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.જ્યારે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સલુણ એક્સપ્રેસ હાઇવે ચોકડી પાસેથી લકઝરીયસ કારમાંથી રૂ 10 હજારનો દેશીદારૂ સાથે ત્રણ ને ઝડપી પાડ્યા છે.

કલાસી સ્થાનિક પોલીસ ટીમ મંગળવાર રાતે પેટ્રોલિંગમાં નીકળી હતી.તે સમયે મળેલ બાતમી આધારે ભૂમેલના ભવાનીપૂરામાં રહેતા રણજીત ઉર્ફે જેડી છગનભાઇ પરમારના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળની તલાસી લેતા વિદેશી દારૂની અલગ અલગ બોટલ નંગ-180 રૂ 1,47,60 તથા બિયરના ટીન નં-624 રૂ 90,480,અંગઝડતી કરતા રૂ 1 હજાર મળી કુલ રૂ 2, 37, 540 નો મુદ્દામાલ જપ્ત કરી રણજીત ઉર્ફે જેડી શનાભાઇ ધુળાભાઇ પરમારની અટકાયત કરી ગુનો નોંધ્યો છે.

જ્યારે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલ બાતમીના આધારે સલુણ એક્સપ્રેસ હાઇવે ચોકડી પાસેથી પસાર થતી લકઝુરિયસ કાર શંકાના આધારે ઉભી રાખી હતી. કારની તલાસી લેતા કારની પાછળની સીટમાં તેમજ ડેકીમાંથી પ્લાસ્ટિકની કોથળીઓમાં દેશી દારૂ રૂ 10,800, કાર રૂ 2.50 લાખ, મોબાઇલ રૂ 500, અંગઝડતી કરતા રોકડ રૂ 100 મળી કુલ રૂ 2,61,400 નો મુદ્દામાલ સાથે અશોક તળપદા રહે,ચલાલી અને બાજુની સીટમાં બેઠેલા દશરથભાઇ તળપદા રહે,સલુણની અટકાયત કરી ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...