સ્ટાર પ્રચારકો મેદાનમાં:ભાજપના સ્ટાર પ્રચારકો આગામી સપ્તાહમાં ખેડાને ધમરોળશે, યુપીના CM યોગી આદિત્યનાથ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતનાઓ સભા સંબોધશે

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતર્યા છે. ત્યારે આગામી સપ્તાહમાં એટલે કે 21મી નવેમ્બરથી ભાજપના સ્ટાર પ્રચારકો ખેડા જિલ્લાને ધમરોળી સભાઓ ગજવી મતદારોને આકર્ષશે. જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પર મોટા ગજના નેતાઓ સભાઓને સંબોધશે.
જિલ્લામાં ભગવો લહેરાવવા પ્રયાસ
સત્તાવાર મળેલ માહિતી મુજબ આગામી 21મી નવેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહેમદાવાદ વિધાનસભા બેઠક પર ખાત્રજ ચોકડી પાસે સભામાં મોટી જનમેદનીને સંબોધશે. આ બાદ 22મી નવેમ્બરના રોજ મહુધા વિધાનસભા બેઠક પર આડીનાર નજીકથી અમીત શાહ સભાને સંબોધશે અને આ બાદ 24મી નવેમ્બરના રોજ વડાપ્રધાન માતર વિધાનસભા બેઠક પર આવી સભા સંબોધશે તેવી માહિતી ભાજપના વર્તુળો દ્વારા મળી છે. જોકે, 24મીનો આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભાનો કાર્યક્રમ સંભવીત છે. આમ ખેડા જિલ્લામાં ભાજપે આ વખતે કમરકસી કોઈ બાંધછોડ કરી નહી અને સંપૂર્ણ પણે છ-છ વિધાનસભા બેઠકો પર ભગવો લહેરાવવા પ્રયાસ કર્યો છે.
ચૂંટણી પ્રચાર જોરશોરમાં
મહેમદાવાદ, મહુધા અને માતર વિધાનસભા બેઠક પરથી સભાઓ ગજવતા ભાજપના સ્ટાર પ્રચારકોની અસર છેક આણંદ જિલ્લાના છેવાડાના ગામડાઓ સુધી જોવા મળશે. આમ ખેડા-આણદની 13 બેઠકો પર ભાજપે કબ્જો કરવા આ સભાનું આયોજન કર્યું છે. તો સામા પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ જિલ્લામા ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે હવે કયો પક્ષ મતદારોને રીઝવવા સફળ થાય છે અને કોની સત્તા બને છે તે તો 8મી ડીસેમ્બરના રોજ માલુમ પડશે.
115-માતર વિધાનસભાની બેઠકના ઉમેદવારો
માતર વિધાનસભાની બેઠકના અપક્ષ ઉમેદવારોની યાદીમાં રાજેશભાઈ દશરથભાઈ રાવળ, અરુણકુમાર મનુભાઈ વાઘેલા, આયશાબાનુ મલેક, મહિપતસિંહ ચૌહાણ, મહેન્દ્રભાઈ વાઘેલા, ગુજરાત નવનિર્માણ સેનાથી બામ્બા તોગાભાઈ પુનમભાઈ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસથી સંજયભાઈ પટેલ, આમ આદમી પાર્ટીથી લાલજીભાઈ પરમાર, ભારતીય જનતા પાર્ટીથી કલ્પેશભાઈ પરમાર ઉમેદવાર છે.
116 -નડિયાદ વિધાનસભા બેઠકના ઉમેદવારો
નડિયાદ બેઠકની દાવેદારી નોંધાવતા ઉમેદવારોમાં અપક્ષ ઉમેદવારોમાં સિદ્ધાર્થ મેકવાન, વહોરા અયુબભાઈ, મલ્હોત્રા દીપકકુમાર, રાણા પ્રતાપસિંહ, રફિકભાઈ છીપા, સાજીદ હુસેન મલેક, અનવરભાઈ કસાઈ, ભરતભાઈ વૈદ, રાઈટ ટુ રિકોલ પાર્ટીથી વાંકાવાલા ઈમરનભાઇ, લોક પાર્ટીથી મુજ્ફફર બેગ મિરઝા, આમ આદમી પાર્ટી થી હર્ષદકુમાર વાઘેલા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસથી ધ્રુવલ પટેલ અને ભારતીય જનતા પાર્ટીથી દેસાઈ પંકજભાઈ ઉમેદવાર છે.
117- મહેમદાવાદ વિધાનસભા બેઠકના ઉમેદવારો
મહેમદાવાદ બેઠક પરથી અપક્ષ ઉમેદવારોના નામ પૂનમભાઈ ચૌહાણ, પટેલ ભાવિકકુમાર, અરવિંદકુમાર ચૌહાણ, પ્રવિણસિંહ ચૌહાણ, આમ આદમી પાર્ટીથી પ્રમોદભાઈ ચૌહાણ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસથી જુવાનસિંહ ચૌહાણ, ભારતીય જનતા પાર્ટીમાંથી અર્જુનસિંહ ચૌહાણ ઉમેદવાર છે.
118- મહુધા વિધાનસભા બેઠકના ઉમેદવારો
મહુધા બેઠક પરથી આરીફભાઈ વહોરા, શેખ ઈર્શાદ મોહમ્મદ, પૂજામીયા ફકીરમીયા મલેક, વાજિદ હુસેન અબ્બાસમિયા મલેક, કમલેશકુમાર લક્ષમ્ણસિંહ વાઘેલા, આમ આદમી પાર્ટીથી રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસથી ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમાર, ભારતીય જનતા પાર્ટીથી મહિડા સંજયસિંહ વિજયસિંહ ઉમેદવાર છે.
119-ઠાસરા વિધાનસભા બેઠકના ઉમેદવારો
ઠાસરા બેઠક પર દાવેદારી નોંધાવતા ઉમેદવારોમાં અપક્ષમાં શાંતિલાલ પટેલ, પ્રવીણસિંહ પરમાર, રફીકઅહેમદખાન મલેક, મજરઅલી કાજી, દિપકકુમાર સેવક, મહેશકુમાર પરમાર, જાબીરભાઈ પટેલ, સંજયકુમાર શાહ, ગરવી ગુજરાત પાર્ટીથી જીતેષ કુમાર સેવક, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસથી કાંતિભાઈ પરમાર, આમ આદમી પાર્ટીથી નટવરસિંહ રાઠોડ, યોગેન્દ્રસિંહ પરમારે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર છે.
120- કપડવંજ વિધાનસભા બેઠકના ઉમેદવારો
કપડવંજ બેઠક પરથી અપક્ષમાં દાવેદારી નોંધાવતા ઉમેદવારોમાં મહેબૂબઅલી સૈયદ, ફિરોઝબેગ મીરઝા,પટેલ યોગેશકુમાર, પટેલ નરોત્તમભાઈ, ગરવી ગુજરાત પાર્ટીથી અજયકુમાર સોલંકી, પ્રજા વિજયપક્ષમાંથી પરમાર રાહુલ કુમાર, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી કાળાભાઈ ડાભી, આમ આદમી પાર્ટીથી મનુભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીથી ઝાલા રાજેશકુમારે દાવેદારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...