જિલ્લાની સૌથી મહત્વની ગણાતી નડિયાદ વિધાનસભા બેઠક પર નજર કરીએ તો, અહીયા આ વખતે ભાજપ-કોગ્રસની સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. જેના કારણે અહીયા ત્રિપાંખિયો જંગ બની ગયો છે. જોકે છેલ્લા 5 ટમથી અહીંયા ભાજપ સત્તા પર આવી રહી છે અને એક ધાર્યા પંકજ દેસાઈ ભારે લીડ સાથે જીત મેળવી રહ્યા છે. તો આ વખતે 2022મા પુનરાર્વતન કે પરિવર્તન? તેના પર સૌની મીટ મંડાયેલી છે.
સતત પાંચ ટર્મથી નડિયાદ બેઠક પર ભાજપનો દબદબો
1972થી 1995 સુધી દિનશા પટેલએ નડિયાદ વિધાનસભા બેઠક જાળવી રાખી હતી. આ બાદ વર્ષ 1995માં ધીરેન દેસાઈ કોંગ્રેસમાંથી વિજયી થયા હતા,જ્યારે વર્ષ 1998થી સતત 2017સુધી સતત ભાજપે આ બેઠક જાળવી રાખી છે. આ ભાજપના ગઢમાં અહીયાના પંકજ દેસાઈએ હજુ સુધી ગાબડું પડવા દીધું નથી. અને આ ચૂંટણીમાં પણ ભાજપના ગઢમાં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થશે કે મતદારો જાકારો આપે છે તે માટે આ ચૂંટણીના પરિણામોની રાહ જોવી પડશે.
નડિયાદ બેઠક પર પોતાનો દબદબો જાળવી રાખવા ભાજપની દોડધામ
આ બેઠક પર છઠ્ઠી વખત ભાજપએ પંકજ દેસાઈને રીપીટ કર્યા છે. જ્યારે સામાપક્ષે કોંગ્રેસે નવા નિશાળિયા એવા પાટીદાર યુવાન ધ્રુવલ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ હર્ષદભાઈ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે. ખેડા જિલ્લામાં ભાજપા માટે પ્રતિષ્ઠા સમાન બેઠક પર પીઢ પાટીદાર રાજકારણી સામે કોંગ્રેસના યુવાન પાટીદાર ચૂંટણીમાં કેવુ બેટિંગ કરે છે. તેના પર મતદારોની નજર મંડાઈ છે. છેલ્લી પાંચ ટર્મથી ભાજપાનો દબદબો અહીયા રહ્યો છે. આ અગાઉ 1972 થી 1995 સુધી પીઢ નેતા દિનશા પટેલનો સતત વિજય થયો હતો.
ભાજપાના ગઢમાં ગાબડું પાડવામાં કોંગ્રેસ નિષ્ફળ
હાલ નડિયાદ વિધાનસભા બેઠક ભાજપાનો મજબૂત ગઢ ગણાય છે. ભાજપાના ગઢમાં ગાબડું પાડવામાં કોંગ્રેસ સરિયામ નિષ્ફળ રહ્યું છે. ત્યારે આ ચૂંટણીમાં નડિયાદ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા અન્ય નેતાઓમાં પણ ભારે થનાગનાટ હતો. પરંતુ ભાજપાએ સતત છઠ્ઠી વખત નડિયાદ બેઠક પર પંકજ દેસાઈને રીપીટ કર્યા છે.
નડિયાદ વિધાનસભા બેઠક પર મતદારોની સ્થિતિ
નડિયાદ વિધાનસભા બેઠકમાં નડિયાદ શહેર તથા આસપાસના 13 ગામોનો સમાવેશ થાય છે. ગત ટમ મુજબ મતદારોની સ્થિતિ કુલ મતદારો 1,81,300 હતા જે વધીને આ વર્ષે કુલ 2,73,832 મતદારો ભાઈ બહેનો છે. આ બેઠક પર અંદાજીત 30 હજાર જેટલા પટેલ મતદારો 20 હજાર જેટલા બ્રાહ્મણ વાણીયા, ઉપરાંત અંદાજિત 70 હજાર જેટલા બારોટ, ખ્રિસ્તી મારવાડી તેમજ પરપ્રાંતીયોઓ વગેરે મતદારોનો સમાવેશ થાય છે.
નડિયાદ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડેલા ઉમેદવારો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.