ઉમેદવારી પત્ર:નડિયાદમાં ભારે જનમેદની વચ્ચે ભાજપના સિટીગ MLA પંકજ દેસાઈએ નામાકંન પત્ર ભર્યું

નડિયાદ3 મહિનો પહેલા

સમગ્ર ખેડા જીલ્લા જીલ્લામાં ભારતીય જનતાપાર્ટી માટે ગઢ ગણાતી નડિયાદ વિધાનસભાના લોકપ્રિય ઉમેદવાર પંકજ દેસાઇ આજે મંગળવારે પોતાનું નામાંકન પત્ર રજુ કર્યું છે. તે પૂર્વે નડિયાદમાં પારસ સર્કલના ઇપ્કોવાળા હોલથી સવારે 10 કલાકે તેઓ પોતાના સમર્થકો સાથે પગપળા રેલી કરીને શહેરના રાજમાર્ગો પર ફરતા ફરતા જીલ્લા સેવાસદન ખાતે પહોંચ્યા હતા. અને જયાં પોતાનુ નામાંકનપત્ર રજુ કર્યું હતું. સતત 5 ટમથી પ્રજાલક્ષી કામના કારણે ચૂંટાતા પંકજ દેસાઈએ પોતાની છઠ્ઠી વખત ઉમેદવારી નોંધાવી છે.

વિજયી મુર્હતમાં નામાંકનપત્ર રજુ કરીને ચૂંટણીના શ્રીગણેશ કર્યા હતા
આ પહેલા નીકળેલી વિશાળ જનસમર્થન રેલીમાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહજી ચૌહાણ, અર્જુનસિંહ ચૌહાણ, જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ સહિત આ રેલીમાં નડિયાદ અને કણજરી નગરના પ્રમુખ, તથા કાઉન્સિલરો અને 13 ગામના સંરપંચો, ઉપસરપંચો અને પંચાયતના સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પારસ સર્કલથી આરંભાયેલી આ વિશાળ જનમેદની સાથેની રેલી માર્ગમાં આવતા વિવિધ મંદિરોના દર્શન પૂજન કરવાની સાથે રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાઓને પણ પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર પટેલ ભવન પાસે આવી પહોંચી હતી. ત્યારબાદ આ સ્થળેથી આચાર સહિતાના નિયમ મુજબ પંકજ દેસાઇ તથા ભાજપ અગ્રણીઓ નામાંકનપત્ર રજુ કરવા માટે જીલ્લા સેવાસદન ખાતે પહોંચ્યા હતા. જયાં તેઓ વિજયી મુર્હતમાં નામાંકનપત્ર રજુ કરીને ચૂંટણીના શ્રીગણેશ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...