ઉમેદવારી પત્ર:નડિયાદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પંકજ દેસાઇ આવતીકાલે ઉમેદવારી પત્ર રજુ કરશે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી માટે ગઢ ગણાતી નડિયાદ વિધાનસભા બેઠકના ઉમેદવાર પંકજ દેસાઇ આવતીકાલે પોતાનું નામાંકન પત્ર રજુ કરશે, તે પૂર્વે નડિયાદમાં પારસ સર્કલના ઇપ્કોવાળા હોલથી સવારે 10 કલાકે તેઓ પોતાના સમર્થકો સાથે પગપળા રેલી કરીને શહેરના રાજમાર્ગો પર ફરતા ફરતા જિલ્લા સેવાસદન ખાતે પહોંચશે. જયાં પોતાનુ નામાંકનપત્ર રજુ કરશે.
વિજયી મુર્હતમાં નામાંકનપત્ર રજુ કરીને ચૂંટણીના શ્રીગણેશ કરશે
આ વિશાળ જનસમર્થન રેલીમાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહજી ચૌહાણ પ્રદેશના પદાધિકારીઓ ભાર્ગવભાઇ ભટ્ટ, ગોરધનભાઇ ઝડફીયા, શકુન્તલાબેન મહેતા તથા જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ સહિત આ રેલીમાં નડિયાદ અને કણજરી નગરના પ્રમુખ, તથા કાઉન્સિલરો 13 ગામના સંરપંચો, ઉપસરપંચો અને પંચાયતના સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહેશે. પારસ સર્કલથી આરંભાયેલી આ વિશાળ જનમેદની સાથેની રેલી માર્ગમાં આવતા વિવિધ મંદિરોના દર્શન પૂજન કરવાની સાથે રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાઓને પણ પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર પટેલ ભવન પાસે આવી પહોંચશે ત્યારબાદ આ સ્થળેથી આચાર સહિતાના નિયમ મુજબ પંકજ દેસાઇ તથા ભાજપ અગ્રણીઓ નામાંકનપત્ર રજુ કરવા માટે જીલ્લા સેવાસદન ખાતે જશે જયાં તેઓ વિજયી મુર્હતમાં નામાંકનપત્ર રજુ કરીને ચૂંટણીના શ્રીગણેશ કરશે.

અન્ય સમાચારો પણ છે...