ખેડા જીલ્લાની મહેમદાવાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પોતાનુ ઉમેદવારી પત્ર રજુ કરવામાં આવ્યુ હતું. આ પહેલા ખાત્રજ ચોકડી ખાતે આવેલ કાર્યાલય પાસે વિધાનસભાના ચૂંટણી કાર્યાલયનો પણ શુભારંભ કરાયો હતો. ભારે જનમેદની સાથે આ ઉમેદવારીપત્ર વિધાનસભાના ચૂંટણી અધિકારી વી.સી.બોડાણાને પોતાનુ ઉમેદવારી પત્ર રજુ કર્યુ હતું.
અર્જુનસિંહ ચૌહાણને ભારે બહુમત સાથે જીતાડી લાવવાની અપીલ કરવામાં આવી
ઉમેદવારીપત્ર રજુ કરતા પૂર્વે ખાત્રજ ચોકડી ખાતે આવેલા અર્જુનસિંહ ચૌહાણના કાર્યાલય બહાર એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોરધનભાઇ ઝડફીયા, વિપુલ પટેલ અને દોલતસિહ ડાભી દ્વારા પ્રાસંગિક પ્રવચનોમાં અર્જુનસિંહ ચૌહાણને ભારે બહુમત સાથે જીતાડી લાવવાની અપીલ કરવામાં આવી હતી. જયારે ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણે આ ચૂંટણી હું નહી પણ તમો સૌ કાર્યકરો લડી રહ્યા છો તે પ્રમાણે કટિબધ્ધ બનીને ચૂંટણીમાં કામે લાગી જવા હાકલ કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, મંત્રી જહાન્વીબેન વ્યાસ હાજર રહ્યા
સભા બાદ ચૂંટણી મધ્યસ્થ કાર્યલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌ અગ્રણીઓ અને કાર્યકરોની પગપાળા રેલી મહેમદાવાદ રોડ પરની મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી. જયાં ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણ દ્વારા વિધાનસભાના ચૂંટણી અધિકારી વી.સી.બોડાણાને પોતાનુ ઉમેદવારી પત્ર રજુ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, મંત્રી જહાન્વીબેન વ્યાસ, મુખ્યદંડક અને નડિયાદના લોકપ્રિય ઉમેદવાર પંકજ દેસાઇ, પૂર્વ ધારાસભ્યો ગૌતમ ચૌહાણ, અંબાલાલ રોહીત, જીલ્લા પ્રમુખ વિપુલ પટેલ સહીત મહેમદાવાદ શહેર તાલુકાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.