"અસરદાર સરદાર" બાઇક યાત્રા:સરદાર વલ્લભભાઈ પટેલના સ્મરણો જળવાઈ રહે તે હેતુસર નડિયાદથી આણંદ સુધી બાઈક યાત્રા નીકળી

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ જેઓનું જન્મ સ્થળ અને કર્મભૂમિ પુરા દેશ ગણાતાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી 31મી ઓક્ટોબર છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં મોરબી હોનારત સર્જાઇ હતી. જેના કારણે બંધ રહેલી "અસરદાર સરદાર" બાઇક યાત્રા આજે બુધવારના રોજ યોજાઈ હતી.

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિતનાઓ જોડાયા
નડિયાદ સ્થિત દેસાઈ વગા ખાતે આવેલા સરદાર સાહેબના જન્મસ્થળથી નીકળેલી આ યાત્રા નડિયાદ અને આણંદ એમ બે શહેરમાં ફરી આણંદ ખાતે પૂર્ણ થઈ હતી. સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો દ્વારા "અસરદાર સરદાર" બાઇક યાત્રાને નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ યાત્રા સરદાર સાહેબના સ્મરણો જળવાઈ રહે તે હેતુસર યોજાઈ હતી. આ પ્રસંગે નિરંજન પટેલ - વાઇસ ચાન્સેલર, SP યુનિવર્સિટી, જિલ્લા મહામંત્રી તથા સેનેટ સભ્ય વિકાસ શાહ, કોલેજોના પ્રિન્સિપાલ, પ્રોફેસર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...