તપાસ:સોશિયલ મિડીયાની પોસ્ટ આધારે 133 દિ'થી ગુમ 2 ભાઈનો પતો મળ્યો

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવાલિયાના સિકારીયાના 2 સગા ભાઇ ઘર છોડીને જતા રહ્યા હતા
  • અેક ભાઇઅે ફોટો શેર કર્યો હતો, પોલીસ લોકેશન શોધી પહોંચી

સેવાલિયાના સિકારીયા ગામથી 113 દિવસ અગાઉ બે સગાભાઇઓ ઘરે કોઇને કશુ કહ્યા વિના જતા રહ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ગુમ જાણવા જોગ નોંધી તપાસ હાથ ધરી હતી. તાજેતરમાં ગુમ થયેલ છોકરાએ પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે લોકેશનના આધારે બે સગાભાઈઓને શોધી કાઢયા છે.

સીકારીયામાં રહેતા કરણ આબલીયા ઉં.18 અને તેનો સગો નાનો ભાઈ ઘરેથી કોઈને કશું કહ્યા વિના ક્યાક જતા રહ્યા હતા. આ બનાવની જાણ પરિવારજનોને થતા સેવાલિયા સ્થાનિક પોલીસ મથકે ગુમ જાણવા જોગની ફરિયાદ નોંધાવી હતી. તાજેતરમાં ગુમ થયેલા એક ભાઈએ પોતાનો ફોટો ફેસબુક પર શેર કર્યો હતો.

જેની જાણ સેવાલિયા પોલીસને થતા પોલીસ ટીમે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફોટાનો સ્ક્રીનશોર્ટ મોકલી આપી ડિટેઇલ માંગી હતી. જે આધારે સાયબર ક્રાઇમની ટીમે ફેસબુકમાં મૂકેલ ફોટો સર્ચ કરતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના જબુગામ ઓરસંગ નદીના કિનારાનુ લોકેશન મળ્યુ હતુ. જે લોકેશનના આધારે પોલીસ ટીમ ઓરસંગ નદીના કિનારેથી એક ભાઈ મળતા તેની પૂછપરછ કરતા નજીકમાંથી બીજો ભાઈ મળી આવ્યો હતો. શુક્રવારના રોજ શોધી કાઢી બંનેને વાલી વારસોના સોંપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...