સ્થાપના દિવસ:નડિયાદના બાજ ખેડાવાળા સમાજે 88 વર્ષ પૂર્ણ કરતા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ, સંસ્થાના વિકાસના કાર્યોને બિરદાવવામાં આવ્યાં

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં આવેલા બાજ ખેડાવાળ સમાજ‌ના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ હાજર રહી ભુતકાળના પ્રમુખોને યાદ કર્યા અને તેમના માનમાં બે મીનીટનું મૌન પણ પાડવામાં આવ્યું હતું.

સંસ્થાએ 89 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો
બાજ ખેડાવાળ સમાજ નડિયાદની સ્થાપના 28મી ઓક્ટોબર 1934ના રોજ સ્થાપક પ્રમુખ અંબાશંકર હરીશંકર જોષી પ્રમુખ પદે થઈ હતી. આજે સંસ્થાને 88 વર્ષ પુણૅ કરી 89 વષૅમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે સમાજના પૂર્વ પ્રમુખ રમેશભાઇ દવે, રમેશભાઇ જોષી, રાકેશભાઈ પંડયા, રાહુલભાઇ દવે, પૂર્વ વહીવટદાર ઉમેશભાઇ ઢગટ, વયસ્ક નાગરીક મંડળના પ્રમુખ મનહરભાઇ દવે મહીલા સમાજના પ્રમુખ નિલુષાબેન ભટ્ટ ત્રણે પાંખના કારોબારી સભ્યોની સાક્ષીએ પૂર્વ પ્રમુખોના વરદ હસ્તે કેક કાપી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.
પૂર્વ પ્રમુખોને પુષ્પ ગુચ્છથી સન્માનીત કરાયા
સમાજના પૂર્વ પ્રમુખો જે હાલ હયાત નથી તે તમામને કાર્યકમ શરુ કરતા પહેલા બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. તેઓના સમયમાં થયેલા સંસ્થાના વિકાસના કાર્યો તેમજ કાર્યક્રમને બિરદાવમા આવ્યાં હતા. હાજર તમામ પૂર્વ પ્રમુખોને પુષ્પ ગુચ્છથી સન્માન અભિવાદન કરવામાં આવેલ ત્યાર બાદ શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...