વિશ્વના ઘણા દેશોમાંથી નડિયાદ આયુર્વેદિક મહાવિદ્યાલયમાં વિદેશીઓ સારવાર અર્થે આવે છે. જેમાં સ્વિત્ઝરલેન્ડથી ઢીંચણની સારવાર કરાવવા માટે આવેલ યુવતી એરપોર્ટ વિભાગના બેદરકારીનો ભોગ બની હતી. સ્વિત્ઝરલેન્ડના જ્યુરીક એરપોર્ટ થી સામાન એરપોર્ટમાં આપી અમદાવાદના એરપોર્ટ પર લેવા જતા સમાન મળ્યો હતો નહીં. છેલ્લા 10 દિવસ પ્રયત્ન એરપોર્ટ વિભાગનો સંપર્ક કરવા છતાં કોઇ પ્રત્યુત્તર ન મળતા યુવતી નિરાશ થવાની સ્થિતિ ઉભી થઇ હતી.
સ્વિત્ઝરલેન્ડના જ્યુરીક એરપોર્ટથી તારા મન્જુશ્રીએ તા.7 માર્ચના રોજ ચેક ઇન કર્યું હતું. જ્યાં તુર્કિશ એરપોર્ટ વિભાગ દ્વારા સામાન આપતી વેળાએ ટોકન આપવામાં આવ્યો હતો. જે બાદ તારાએ તુર્કિશ એરલાઇન મારફતે જ્યુરિક થી ઇસ્તાંબુલ થી મુંબઇ અને ત્યાંથી તા. 8ની સવારેઅમદાવાદ એરપોર્ટે ચેક આઉટ કર્યુ હતુ. જ્યાં ટોકન આપ્યા બાદ સામાન મળ્યો ન હતો. જેની જાણકારી તારાએ એરપોર્ટ વિભાગને કરતા સામાનને લગતી લેખિત કાર્યવાહી કરવામાં આવી હતી. અને એરપોર્ટવાળાઓ દ્વારા બે દિવસમાં સામાન પહોંચાડવા જણાવ્યું હતું. પરંતુ હજુ સામાન મળ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.