કઠલાલ તાલુકાના પિઠાઈ ગામે લલ્લુપુરામાં રહેતા જ્યોત્સનાબેન પ્રહલાદભાઈ દેવીપુજક ઉ.30 મંગળવારે સવારે 9 વાગ્યે ગામની સીમમાં બકરા ચરાવવા માટે ગયા હતા. ત્યારે ફળિયામાં રહેતો રણજીત ચૌહાણ જ્યોત્સનાબેનની પાછળ પાછળ ગયો હતો. જેનાથી ડરીને તેણી પોતાના ઘરે પરત ફરી ગઈ હતી.
રણજીત પાછળ પાછળ આવતો હોવા બાબતે તેણે પતિ પ્રહલાદભાઈને જાણ કરી હતી. જે બાદ અગિયાર વાગ્યાના સુમારે દંપત્તિ રણજીત ચૌહાણના ઘરે ઠપકો આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં ઠપકો કરતા રણજીત ઘરમાંથી લાકડાનો ડંડો લઈ આવી દંપત્તિ પર હુમલો કરી દીધો હતો. જેમાં દંપત્તિ ને ઇજાઓ થતા કઠલાલ સરકારી દવાખાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાથી રજા મળતા જ જ્યોત્સનાબેને કઠલાલ પોલીસ મથકે પહોંચી રણજીત ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.