હુમલો:પોલીસને મારી જુગારની માહિતી કેમ આપે છે કહીં મહુધામાં હુમલો

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માર મારી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી

મહુધામાં જૂગારની માહિતી આપવા બાબતે ઝઘડો થયો હતો. બોલાચાલી ઉગ્ર બનતા ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ પોલીસ કેસ કરીશ તો મારી નાખવાની ધમકી ઉચ્ચારી સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. મહુધાના જમીયત નગર તાબે બલોલમાં રહેતા ફિરદોષમીયા કુરેશી પરિવાર સાથે રહે છે.

તા28 જૂલાઇના રોજ સાંજના સમયે નદી બાજુ ફરવા માટે ગયા હતા તે સમયે એક સફેદ કલરની ગાડી અલીણા તરફથી આવી રોડની કિનારી પર ઉભી રહી હતી. તેમાંથી ઇરશાદહુસેન ઉર્ફે ગલો સાબીરહુસેન મલેક હાથમાં લાકડાનો ડંડો લઇ આવી કહેલ કે હુ નદીના સામેના ચરામાં જુગાર રમાડુ છુ અને તુ મારા જુગારની માહિતી પોલીસને કેમ આપે છે, તેમ કહી ગાળો બોલી હતી.તેમજ કહે કે મારો અહીં બે વર્ષથી જુગારનો ધંધો ચાલે છે ગયા જાન્યુઆરી મહિનામાં મહુધા પોલીસે મારો જુગાર કેસ કર્યો હતો.

તે જુગારની માહિતી તે આપી હતી. તેમ કહી ગાલ પર ત્રણ જાપોટ મારી છાતીના ભાગે ફેટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફિરદોષમીયા સીરાજમીયા કુરેશીની ફરિયાદ આધારે મહુધા પોલીસે ઇરશાદહુસેન મલેક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...