ઓથ:એટ્રોસિટીનો ફરાર આરોપી ભાજપની મિટિંગમાં હાજર

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યની ઓફિસમાં બેઠક યોજાઇ હતી
  • 20 દિવસ અગાઉના કેસમાં પોલીસ ઉંઘતી ઝડપાઇ

મહિસાગરના કોઠંબા પોલીસ મથકે નોંધાયેલા અેટ્રોસિટીના કેસમાં ફરાર અારોપી તાજેતરમાં ધારાસભ્ય કાર્યાલયમાં યોજાયેલ ભાજપના કાર્યક્રમમાં હાજર રહેતા ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. લુણાવાડાના કણજાવમાં રહેતા નરેશભાઈ પરમાર 6 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે તેના મિત્ર સાથે હોટલ પર હાજર હતા.

તે દરમિયાન ઉચરપી આધેલી ગામના કલ્પેશ ઉર્ફે ભોદીયાએ નરેશને ફોન કરી કહ્યુ હતુ કે અગાઉ દારૂનો ધંધો કરતો હતો તે કેમ બંધ કર્યો તેમ કહેતા નરેશે કહ્યુ હતુ કે મારે તારાથી કોઇ લેવા દેવા નથી તેમ કહેતા ફોન પર જાતિવિષયક અપશબ્દો બોલ્યા હતા.

જેની થોડીવાર પછી કલ્પેશના પિતા ગલાભાઇ ફોન કરી ઉપરોક્ત ઝઘડા બાબતે લાલસર આવુ છુ તેમ કહી હોટલ પર આવી વાતચીત કરતા હતા તે સમયે કલ્પેશ પિતાનું ઉપરાણું લઇ તેના મિત્ર જયદીપસિંહ ચૌહાણ, મનીષ મહેરા, કુમાર ભોઈ, નરેશને કહ્યુ હતુ કે કલ્પેશે જે મોબાઇલ પર જ્ઞાતિ વિશે અપમાનીત શબ્દો બોલ્યા છે તે બાબતે તુ કોઇ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું.

તેમ કહી જયદીપે લાકડાના ડંડાની ઝાપોટ મારી ઝપાઝપી કરી હતી. જે બાબતે ગુનો નોંધાયા બાદ 20 દિવસ પછી પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરાઇ નથી. અને આરોપી મનીષ મહેરા બીજેપીના યુવા મોરચાના પ્રમુખની હાજરીમાં બાલાસિનોર MLA ના કાર્યાલય ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેતા પોલીસ રાજકીય દબાણની ચર્ચા ઉઠી છે. અા અંગે DYSP પી. અેસ. વળવીઅે જણાવ્યું હતું કે કોઈ રાજકીય પ્રેસર નથી અમને ટાઇમ નથી મળતો સ્ટાફને સૂચના આપી છે આજે ધરપકડ થશે.

અન્ય સમાચારો પણ છે...